પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 26-6-2010, દિલ્હી
મંદિરમાં સ્વામીશ્રી ઠાકોરજીનાં દર્શને પધાર્યા. ઘનશ્યામ મહારાજનાં પ્રેમથી દર્શન કર્યાં પછી સ્વામીશ્રી મધ્ય ખંડમાં પધાર્યા. મધ્ય ખંડના ઠાકોરજીના શણગારનાં એકાગ્રતાથી દર્શન કર્યાં પછી થોડાક પાછા હઠીને સુખશય્યાનાં બારણાંમાંથી દેખાતા ઘનશ્યામ મહારાજની મૂર્તિનાં ફરીથી દર્શન કર્યાં અને વાઘામાં કયા કયા ફેરફાર છે એનું સૂક્ષ્મ નિરીક્ષણ કર્યું.
સ્વામીશ્રી કેટલા ભક્તિભાવથી અને એકાગ્રતાથી દર્શન કરે છે ! આ દર્શન કરવાની રીત સ્વામીશ્રી સૌને શીખવી રહ્યા હતા.
Vachanamrut Gems
Vartãl-14:
Redeemable and Irredeemable Sins
“… when one goes to a place of pilgrimage, one is freed of the sins one has committed elsewhere; but the sins committed at a place of pilgrimage are totally irredeemable – it is as if they are etched in iron.”
[Vartãl-14]