પ્રેરણા પરિમલ
દિગંતમાં ડંકા - ૬૩
મોમ્બાસા, તા. ૧૩-૪-'૭૦
બપોરે ૧-૩૦
કથાપ્રસંગમાં સ્વામીશ્રી કહે :
'વચનામૃત પરાવાણી હૃદયમાં ઊતરી હોય તો આ ત્રણ વાના આવે (૧) કોઈનો અવગુણ ન આવે. (૨) મહારાજ સર્વોપરી, સર્વ અવતારના અવતારી, મૂળ અક્ષર ગુણાતીત સ્વામી ને એકાંતિક મોક્ષનું દ્વાર, આ ઉપાસના સમજાય. (૩) સત્સંગને દિવ્ય જાણે. કમળાદૃષ્ટિ નહિ. કમળો થયો હોય તે બધાને પીળા દેખે.'
વચનામૃત ગ.પ્ર. ૧૬ વંચાવતા સમજાવ્યું કે :
'મનના ઘાટ ભેળો ભળી જાય નહિ...' આનો અર્થ શું ? ઉપાસ્ય મૂર્તિ સર્વોપરી મહારાજ છે તે ફરવા દેવું નહિ. ગુણાતીતને બીજા સાધુ જેવા સમજે તે મનના ઘાટ ભેળો ભળ્યો કહેવાય. સંપ્રદાયવાળા આવું સમજે છે...'
'...ભગવાન ને સત્પુરુષમાં મનુષ્યભાવ ન આવે તે મનના ઘાટ ભેળો ભળ્યો ન કહેવાય. ભગવાન મિલ્કત લઈ લ્યે તો 'આ તમારો સત્સંગ' એમ મૂકીને વહ્યો ન જાય.'
'ભગવાન ને સંત દયા કરે તો આવો ને આવો ભાવ કાયમ રહે,' સ્વામીશ્રીએ કહ્યું.
'દયા કેમ કરે ?' એક ભક્તે પૂછ્યું.
'અનુવૃત્તિ ને ભક્તિથી.'
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Vartãl-20:
Spiritual Understanding - The Criteria of Greatness
“… So, being a renunciant or a householder is of no significance; rather, he whose understanding is greater should be known as being a greater devotee than the rest.”
[Vartãl-20]