પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
આજે સ્વાગત-સભા બાદ સ્વામીશ્રી ઉતારે પધારતાં પહેલાં શાસ્ત્રીજી મહારાજની પ્રાસાદિક રૂમમાં પધારેલા. ત્યાં શાસ્ત્રીજી મહારાજના ઢોલિયા પર ગુલાબનું પુષ્પ પડ્યું હતું. તે જોઈ દિવ્યચરિતદાસ સ્વામીએ વિનંતી કરી : ‘સ્વામી ! યોગીબાપા ધામમાં ગયા ત્યારે સ્વામી-બાપાએ આ જ જગ્યાએ કોઠારી સ્વામીને એકાંતિક ધર્મ સિદ્ધ કરાવવાનું વચન આપ્યું હતું. તેમ સ્વામીબાપા ધામમાં ગયા તો આપ હવે આ ફૂલ આપીને અમને એકાંતિક ધર્મ સિદ્ધ કરાવવાનો કૉલ આપો.’
‘સ્વામીબાપા પ્રગટ જ છે.’ સ્વામીશ્રીએ આમ પ્રગટની પ્રાપ્તિના સૂર રણઝણાવી દીધા. ‘પ્રકટ વાતો પ્રકટ વર્તમાન રે, પ્રકટ ભક્ત પ્રકટ ભગવાન રે...’નો પડઘો તેઓના આ શબ્દોમાંથી ઊઠી રહેલો.
Vachanamrut Gems
Sãrangpur-11:
Intensely Focused Vrutti on God
"Thus, whether after one life, or after countless lives, or even in the last moments before one dies, should a devotee's vruttis become intensely focused on God, no deficiency would remain in that devotee."
[Sãrangpur-11]