પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 23-6-2010, દિલ્હી
ભારત સરકારના રાજ્ય કક્ષાના ઊર્જામંત્રી ભરતસિંહ સોલંકીને સ્વામીશ્રી મળ્યા. સ્વામીશ્રીએ તેઓના પિતાશ્રી માધવસિંહ સોલંકીની સેવાઓને યાદ કરી.
ભરતસિંહ સોલંકી કહે : ‘મારી સાથે જે બધા આઇ.એ.એસ. અધિકારીઓ હોય છે એને મેં રસ્તામાં આપના મહિમાની વાત કરી કે આ સંસ્થાનું મૅનેજમેન્ટ કેવું છે અને કઈ ભાવનાથી અહીં કામ થાય છે ? દિલ્હીમાં તો જે આવે એ બધાને એમ જ થઈ ગયું છે કે અક્ષરધામ તો જવું જ જોઈએ. મારે ત્યાં પણ આ નિમિત્તે જ લોકો આવે છે અને રહે છે. અમને ફોન કરીને કહે છે કે ‘અમારે અક્ષરધામ જોવું છે. એટલે તમારે ત્યાં રોકાઈશું.’ અને હું પણ બધાને વ્યવસ્થા કરી આપું છું.’ આટલું કહીને તેઓએ કહ્યું : ‘બે વિનંતી છે - એક તો હજી સુધી વરસાદ આવ્યો નથી અને બીજું ગુજરાત નર્મદાની કેનાલનું કામ પૂરું થાય એ માટે પ્રાર્થના કરો. આપના જેવા વગર મોટું કામ કોઈ કરે નહીં.’ છેલ્લે વળી તેઓ કહે : ‘આપનું મૅનેજમેન્ટ સમજવા અને અમલમાં મૂકવા લાયક છે.’
સ્વામીશ્રી કહે : ‘બધું ભગવાન કરે છે.’
Vachanamrut Gems
Amdãvãd-8:
Confessing an offensive Thought for a Sadhu
“If anyone else, due to a malignant intellect, harbours an offensive thought towards a sãdhu, he should confess and himself voice his offensive thought by saying, ‘Mahãrãj, I have harboured an offensive thought regarding you.’ Then, in order to atone for that thought, he should fold his hands and pray for forgiveness.”
[Amdãvãd-8]