પ્રેરણા પરિમલ
અવગુણ પર ગુણ
ગોંડલમાં એક ભક્ત મંદિરની પ્રવૃત્તિ વિરુદ્ધ પ્રચાર કરતા હતા. બીજીબાજુ યોગીજી મહારાજ પ્રત્યે એમને સદ્ભાવ ખરો. આ વાત સ્વામીશ્રી આગળ કોઈએ રજૂ કરી.
સ્વામીશ્રીએ કહ્યું :'આપણે એમને સમજાવવા, ફોસલાવવા, તો કોઈ દિવસ પાછા વળી જાય. પણ ઉપેક્ષા ન કરવી.' અવગુણ ઉપર ગુણ કરે એ સજ્જન અભ્યાસ, જો સુખડ સળગાવીએ આપે સરસ સુવાસ. પરોપકાર કરવો. પરમાર્થી મોટી સેવા છે. આપણો વિરોધી હોય તો પણ આપણે ગુણ લેવો ને સમજાવવો તો જરૂર પાછો વળી જાય.'