પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૧૬૩
જમી રહ્યા પછી, બપોરની કથામાં વચનામૃત પંચાળા પ્રકરણનું પાંચમું વંચાવ્યું. એમાં વાત આવી કે 'ભગવાન ને ભગવાનના સંતની આગળ તો માનને મૂકીને દાસાનુદાસ થઈને નિર્માનીપણે વર્તવું તે જ રૂડું છે...' એ શબ્દો આવ્યા એટલે યોગીજી મહારાજ બોલ્યા, 'ઈ મુશ્કેલ. ઈ પર્વતભાઈએ કર્યું. દાદા ખાચરના ગોલા થયા. બૈરાં-છોકરાંના તો ગોલા છીએ, તો ભગવાનના ભક્તના કેમ ન થઈએ... આ તો હું અમીન, હું પટેલ, એમ થઈ જાય... આમને (એક હરિભક્તને સંબોધીને) કહ્યું હોય તો થાય ? ડંડો લે ! આમને (બીજા હરિભક્તને સંબોધીને) કહીએ તો કહે હું શેનો થાઉં, ઈ તો મારો સમોવડિયો છે. કાગળ આવ્યો હોય તોપણ આપવા ન જાય. આને આ ભગતના ગોલા થવાનું કહીએ તો મુશ્કેલ પડે. ઈ મુશ્કેલીનું કામ છે.'
કોઈએ પૂછ્યું, 'કેમ થવાય ?'
'નિષ્ઠાવાળાના ગોલા થવું, બધાયના નહિ...' એમ ગંભીર વાતો કરી સૌને વિચારમાં મૂકી દીધા. સ્વામીશ્રીએ અમુક નામો સભામાં લીધાં, પણ બધાં સમજી શક્યા કે આ વાત આપણને પણ એટલી જ લાગુ પડે છે. પ્રેમપ્યાલો પાતાં પાતાં સ્વામીશ્રીએ આજે સૌને કડવો ઘૂંટડો પણ ગળે ઊતારી દીધો ! સૌને જાણપણું આપ્યું !
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Gadhadã II-63:
Best Spiritual Endeavour
“… Thus, to stay together with God and His devotees physically, and thus be able to serve them in whichever way possible, is indeed the very best spiritual endeavour.”
[Gadhadã II-63]