પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 26-6-2017, એટલાન્ટા
સંતઆશ્રમમાં સ્વામીશ્રીએ આજે ભક્તોનો ભાવ પૂરો કરવા રાજી થતાં ગરમ થયેલા ઘીમાં જલેબી પાડી. ત્યારબાદ ઠાકોરજી સમક્ષ થાળ ધર્યો. પણ તેમાં પાથરેલો કાગળ સહેજ ઊંચો થઈ ઠાકોરજી અને જલેબી વચ્ચે થોડો નડતો હતો. સ્વામીશ્રીએ બે-ત્રણ વાર વાળીને તેને વ્યવસ્થિત કરી દીધો.
આને પરફેક્શન કહેવાય કે પરાભક્તિ ? જે કહેવાતું હોય તે, પણ આપણા માટે તો તે અનુકરણીય જ છે.
Vachanamrut Gems
Gadhadã III-27:
The Essential Obstinacy
“… The obstinacy of observing religious vows is as essential as one’s own life; it is extremely beneficial…”
[Gadhadã III-27]