પ્રેરણા પરિમલ
એટલે મારા પર હેત થાય
ગોંડલમાં સ્વામીશ્રી સવારે ઉકાળો લઈ રહ્યા હતા. માંદગીને કારણે દૂરદૂરથી બહુ હરિભક્તો તેમના દર્શને આવી રહ્યા હતા. 'બાપા, આપના ઉપર બધાને બહુ હેત તે દર્શન કરવા આવે છે...' યોગેશ્વર સ્વામીએ કહ્યું.
'મેં બધાનું સાચવ્યું છે. બધાની સેવા કરી છે. કોઈનું અપમાન નથી કર્યું. કોઈનો તિરસ્કાર નથી કર્યો. એટલે બધાને મારા ઉપર હેત થાય ને... મેં કોઈની પાસે કાંઈ માગ્યું નથી. ઠાકોરજી માટે સેવા કરાવી છે પણ મારા માટે-દેહ માટે કંઈ નથી માંગ્યું. મને માંગતા પણ શરમ આવે. એટલે બધાને મારી ઉપર હેત થાય ને...' સ્વામીશ્રીએ ઘણી વાત કરી પુરુષાર્થથી મનુષ્ય ભગવાન અને સંત સાથે હેત નથી કરી શકતો, પણ સંતકૃપાથી જ મનુષ્યને ભગવાન સાથે હેત સંભવે છે - એ સિદ્ધાંતનું અહીં દર્શન થાય છે. સાચા પરમાર્થી સંત-ગુરુ જીવને ભગવાન સન્મુખ કરવા કેટલો યત્ન કરે છે!
Vachanamrut Gems
Gadhadã II-11:
Consequences of Perceiving a Flaw in a Devotee
"Therefore, if in any way a person perceives a flaw in a devotee of God who, by God's command, performs karmas for the purpose of pleasing God, then adharma and its retinue will enter and reside in the perceiver's heart."
[Gadhadã II-11]