પ્રેરણા પરિમલ
'અક્ષરધામમાં લઈ જશો ને?'
મંદિરની પરિક્રમમાં સ્વામીશ્રી દર્શને પધાર્યા ત્યારે ભગતજી મહારાજના ખંડ આગળ ઊભેલા મંદિર સેવક વિશાળ બ્રહ્મભટ્ટ સ્વામીની વાત બોલ્યોઃ 'આપણે તો અક્ષરધામમાં જાવું છે એવો એક સંકલ્પ રાખવો.' પછી સ્વામીશ્રીને કહેઃ 'અક્ષરધામમાં લઈ જશો ને?'
સ્વામીશ્રી કેફમાં કહેઃ 'લઈ જવાનું ક્યાં કહે છે? સંકલ્પ કર્યો નથી ને ઊપડ્યા નથી...' પ્રગટની પ્રાપ્તિનો પ્રતાપ એક જ વાક્યની અંદર સ્વામીશ્રીથી છતો થઈ ગયો.
(તા. ૨૯-૪-૨૦૦૪, લંડન)
Vachanamrut Gems
Gadhadã II-36:
Having nothing further to achieve
“… Then, when affection for God is developed, his vrutti continuously remains on God. When that is achieved, he has nothing further to achieve; he has become fulfilled.”
[Gadhadã II-36]