પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 25-6-2017, એટલાન્ટા
સ્વામીશ્રી સાયંકાળે કિશોર દિનની મુખ્ય સભામાં આશીર્વાદ વરસાવતાં બોલ્યા : ‘મહારાજે કહ્યું - ભલે અમારી સેવા ન કરતો હોય પણ હરિભક્તના ગુણ ગાતો હોય તો તેણે અમારી અતિશય સેવા કરી છે એમ અમે માનીએ છીએ.’
સ્વામીશ્રી વર્કશૉપ લેતા હોય તેમ આગળ કહે : ‘આ વાત સાચી છે ?’
સૌએ સમૂહમાં ‘હા’ પાડી.
‘ખરેખર ?’ ફરી વાર સૌએ ‘હા.’ કહી.
‘તો આની પર કૂદી પડો ને ! ખોટનો ધંધો શું કામ કરવો ! આ શ્રીજીમહારાજ કહે છે. એમનાથી પર કોઈ સત્તા નથી. એ કહે છે એમાં વિશ્વાસ ન આવે તો શું ધોળ્યું ? એમના વચનમાં વિશ્વાસ રાખીને સવળું જ ગ્રહણ કરવું. Do your best, leave the rest.’
Vachanamrut Gems
Gadhadã II-60:
Standing in the Defence of a Harassed Devotee
“The scriptures state that if a devotee of God is being killed or harassed by someone, then he who stands in defence of that devotee of God – and in doing so dies or becomes wounded himself – is totally freed from the five grave sins…”
[Gadhadã II-60]