પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 9-10-2016, ભાવનગર
આજે પ્રાતઃપૂજા બાદ ભાવનગર બાલિકા મંડળે તૈયાર કરેલો હાર પહેરાવવા સારંગપુરના સંગીતજ્ઞ સંતો આવ્યા. તેઓએ વિનંતી કરી : “સ્વામીબાપાએ જેમ ‘I love you all’ કહ્યું હતું તેમ આપે પણ કહ્યું છે કે ‘I love you all’ તો અમને પ્રેમ કરજો.”
‘તમે અમને પ્રેમ કરો છો, તેનાથી અધિક અમે તમને પ્રેમ કરીએ છીએ.’ સ્વામીશ્રીના આ એક વાક્યે જ સૌનાં હૈયાં ભરી દીધાં.
‘આપણે જાણીએ છીએ કે આપણને ભગવાનમાં હેત છે, પણ આપણા કરતાં ભગવાન અને સંતને આપણા પર ઝાઝું હેત છે...’ આમ કહેનાર ગુણાતીતનો વારસો સ્વામીશ્રીમાં અદલ જળવાયેલો સૌ અનુભવી રહ્યા.
Vachanamrut Gems
Sãrangpur-11:
Becoming Worthy of the Grace of God
"Hence, whether it takes one life or innumerable lives, only when one develops the previously described characteristics [vairãgya, brahmacharya, shraddhã, non-violence and ãtmã-realisation] and becomes extremely free of worldly desires, does one become worthy of attaining the grace of God, and only then will one attain ultimate liberation. Without it, one will definitely not attain it."
[Sãrangpur-11]