પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 25-6-2017, એટલાન્ટા
આજે સ્વામીશ્રી યુવાશિબિરમાં પધાર્યા. અહીં પ્રશ્નોત્તરીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. કિશોરો ક્રમશઃ પોતાના પ્રશ્નો રજૂ કરે અને સ્વામીશ્રી લેખિત સ્વરૂપમાં તેના ઉત્તર આપે તેવું આયોજન હતું.
પહેલો પ્રશ્ન પુછાયો : ‘અમારાથી દર રવિવારે સભામાં અવાતું નથી અને તેનાં કારણો પણ વાજબી હોય તેવું લાગે છે. એક તો ઘરથી મંદિર દૂર હોય, નોકરીનું સાચવવાનું હોય, ઘરે મુક્તો(બાળકો) પધાર્યાં હોય, કંટાળો પણ આવતો હોય તો સહેજે પ્રશ્ન થાય છે કે સભા અને ગોષ્ઠિનો ફાયદો શો ?’
સ્વામીશ્રીએ લખ્યું : ‘Faith does not overcome your desires.’ અર્થાત્ તમારો વિશ્વાસ હજુ તમારી ઇચ્છાઓને શમાવી શકે એવો નથી થયો.’
બીજો પ્રશ્ન પુછાયો : ‘દિવસો ટૂંકા હોય છે, આહ્નિક માટે સમય નથી મળતો, ‘પછી કરીશું’ એવા વિચારો આવે, પણ પછી ક્યારેય નથી આવતું. અને કરીએ તે મનથી નથી થતું. કરવા ખાતર કરીએ છીએ અને પ્રશ્ન થાય છે કે આહ્નિક કરવાનો ફાયદો શો ? કેવી રીતે સંપૂર્ણપણે આહ્નિકમાં જોડાઈ શકીએ ?’
સ્વામીશ્રીએ લખ્યું : ‘You are perfectly right. But suppose Shriji Maharaj and the Gunatit Gurus were to deal with you personally, then of course the ahnik would definitely change.’ (તમે એકદમ સાચા છો, પણ ધારો કે શ્રીજીમહારાજ અને ગુણાતીત ગુરુઓ સીધા, વ્યક્તિગત રીતે તમારી સાથે વાત કરે તો નક્કી તમારું આહ્નિક બદલાઈ જાય.)
સ્વામીશ્રીએ સમજાવી દીધું કે જો પ્રત્યક્ષભાવથી આહ્નિક કરવામાં આવે તો સો ટકા એમાં સુધારો થાય.
ત્યારપછી પુછાયું : ‘કેરિયરની શરૂઆત કરીએ ત્યારે વાતાવરણને લીધે નિયમ-ધર્મ પળાતા નથી. આવા સંજોગોમાં નિયમ-ધર્મમાં ઢીલ ન પડે, પાળવા છતાં પણ સામાજિક જીવન અને નોકરીમાં સફળ થઈએ તેના માટે શું કરવું ?’
સ્વામીશ્રીએ લખ્યું : “એક તો ભગવાન ને સંતને રાજી કરવા. બીજું કે અન્યને રાજી કરવા. ‘Which is better and much more fruitful? The answer is in it.’ (શું વધારે સારું અને વધારે આપનારું છે ? જવાબ આમાં જ છુપાયેલો છે.)
સ્વામીશ્રીના વેધક ઉત્તરોને સૌએ વધાવી લીધા.
પછી સ્વામીશ્રીને વિનંતી કરવામાં આવી કે ‘આપ અચ્છા ચિત્રકાર છો તો એક ચિત્ર દોરી આપો.’
સ્વામીશ્રીએ નીલકંઠવર્ણીનું સુંદર મુખારવિંદ દોરી આપ્યું અને નીચે લખ્યું: ‘Nilkanth Varni સાથે પ્રીતિ.’
Vachanamrut Gems
Vartãl-3:
God's Param-Ekantik Sant
“… Of the four types of eminent spiritual people just described, if a person serves one who is like lightening or the vadvanal fire - by thought, word and deed, while staying within the tenets of one's dharma - then bhakti coupled with the knowledge of God's greatness flourishes in that person. Also, one should realise that the person who is like lightening is knows as God's ekantik sadhu - who is in the process of God-realisation. The person who is like the vadvãnal fire is known as God’s Param-Ekãntik Sant – who is perfectly God-realised.”
[Vartãl-3]