પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
સારંગપુરથી બોચાસણ જઈ રહેલા સ્વામીશ્રીના માર્ગમાં એક ગામ આવ્યું. ત્યાં ખાસ્સી મેદની દર્શન માટે ઊભી હતી. ગાડી આવી એટલે સૌએ પુષ્પપાંખડીઓ પધરાવી આગમનને વધાવ્યું. ગાડી થંભાવવાનો કે કાચ ખોલવાનો તો સવાલ જ નહોતો, કારણ કે પ્રેમનાં નીર સંયમની પાળને ગાંઠે નહીં એ રીતે ઊછળી રહેલાં.
આ મેદનીમાંથી એક પ્રૌઢ ગુલાબનો હાર લઈ ગાડી થપથપાવતાં સાથે દોડવા લાગ્યા. તેઓની સાથે હજારી પુષ્પોનો હાર લઈ અન્ય ભક્ત પણ દોડવા લાગ્યા. પરંતુ ગાડીની ગતિ વધતાં પેલા બંનેને ઊભા રહી જવું પડ્યું.
આ વિગત સ્વામીશ્રીથી અજાણી ન રહી. તેથી ગાડી આગળ ગઈ એટલે તેઓએ સેવક સંતને કહ્યું : ‘પેલા ગામના કાર્યકર પાસેથી પેલા બે હારવાળા હરિભક્તોના ફોન નંબર મેળવી તેઓની માફી માંગી લો.’
સ્વામીશ્રીના આ સૂચનમાં તેઓની સંવેદનશીલતાનો પરિચય હતો.
Vachanamrut Gems
Gadhadã I-78:
One with Unwavering Faith in God
Thereupon Motã Shivãnand Swãmi asked, "How can a person who has unwavering faith in God be recognised?"
Shriji Mahãrãj replied, "A person with unwavering faith in God regards all actions performed by God as redemptive - whether they be good or bad. Whether God wins or loses, or at times even runs away; whether He shows pleasure or grief; in fact, however many countless kinds of actions a faithful devotee witnesses, he says, 'All actions of God are for the sake of liberation.' If, whenever the devotee speaks, he speaks in this manner only, then he should be known to have absolute faith in God."
[Gadhadã I-78]