પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
આજે સ્વામીશ્રી સારંગપુરથી બોચાસણ જઈ રહ્યા હતા. તે માટે ગાડીએ જેવો બરવાળા ભણી વળાંક લીધો કે તરત જ સ્વામીશ્રીએ માળા માંગી. 5-15 વાગ્યે હાથમાં ફરતી થયેલી એ માળા વચ્ચે લઘુ-પાણીના એક વિરામ અને આરતી-અષ્ટક-માનસી દરમ્યાન જોડાયેલા હાથ સિવાય 7-50 સુધી સતત ઘૂમતી રહી. વચ્ચે વચ્ચે ફોન દ્વારા આવશ્યક કાર્યોની પરિપૂર્તિ થઈ રહેલી, તે વખતે પણ એ માળાનો મધુર રવ ગાડીમાં ગુંજતો જ રહેલો. યુવા પ્રવૃત્તિનું મુખપત્ર ‘નીલકંઠ’ વાંચ્યું તે વખતે પણ આ માળાના મણકા ફરતા જ રહેલા.
આ આખા રસ્તે ‘શ્વાસોચ્છ્વાસ ભજન ઝડ લાગી, તૂટન દેત ન દોરા...’ એ પ્રેમાનંદની પંક્તિનું સુભગ દર્શન સૌને સ્વામીશ્રીમાં થતું રહ્યું.
Vachanamrut Gems
Gadhadã I-78:
Loyalty to Satsang
Shriji Mahãrãj explained, "A person who is absolutely loyal to Satsang cannot tolerate in the least someone speaking ill of Satsang. For example, even though one may have had a disagreement with a member of one's family, one would be unable to tolerate anyone speaking ill of them. Therefore, just as one is loyal to one's relatives, if a person is similarly loyal to Satsang, then his foundation in Satsang is unfaltering."
[Gadhadã I-78]