પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
આજે મુલાકાત દરમ્યાન ધોળકાનો એક યુવાન દર્શને આવ્યો હતો. તે યુવાવસ્થાના સહજ વિકારોને વશ થઈ અશ્લીલ ચિત્રો જોવાના રવાડે ચડી ગયેલો. પરંતુ જ્યારે તેનાથી આવી ભૂલ થાય ત્યારે ઘણી વાર સ્વામીબાપા સ્વપ્નમાં દર્શન દઈ તેને ટપારતા. સ્વામીબાપાના ધામગમન બાદ સ્વામીશ્રીએ ધુરા સંભાળી. પણ તે યુવાનને આ સ્વરૂપમાં પ્રતીતિ આવતી નહોતી.
આ પરિસ્થિતિમાં એક દિવસ તે પાછો પેલી ભૂલનો શિકાર થઈ બેઠો અને તેનાથી ન જોવાનું જોવાઈ ગયું. બરાબર તે જ દિવસે સ્વામીશ્રીએ તેને સ્વપ્નમાં દર્શન આપ્યાં અને ‘હજી આ ભૂલ સુધારી નથી ?’ તેવી ટકોર કરી. આ સ્વપ્નદર્શને તેના સંશયનો ભુક્કો બોલાવી દીધો. તેને પ્રતીતિ આવી ગઈ કે ‘પ્રમુખસ્વામી મહારાજની જેમ સ્વામીશ્રી પણ મારું ધ્યાન રાખે છે. બંને એક જ છે.’
તે યુવાન પુનઃ આવી ભૂલ ન થાય તે માટે સાબદો થઈ ગયો અને આજે અહીં દર્શન કરવા આવી પહોંચેલો.
Vachanamrut Gems
Gadhadã I-73:
The Wise Realize Shriji Maharaj's Glory
"Those who are wise realise all My characteristics by staying close to Me. They realise, 'Mahãrãj has no affection for any object in this world that can arouse infatuation - wealth, women, ornaments, food and drink, etc. In fact, Mahãrãj remains dejected from all these things. When, out of compassion, He allows some person to sit near Him or talks to him of gnãn, it is purely out of compassion for the liberation of the jiva.' On the other hand, those who are fools - whether they stay near or far - cannot understand My nature as such."
[Gadhadã I-73]