પ્રેરણા પરિમલ
દર્શન કરીને આવવું
બોચાસણમાં એકવાર ઈશ્વરચરણ સ્વામી સવારે ૫.૧૦ મિનિટે યોગીબાપાના ઓરડામાં ગયા. ત્યારે ઝાંખા પ્રકાશમાં યોગીજી મહારાજે પૂછ્યું, 'ઈશ્વર સ્વામી આવ્યા ?'
'હા, સ્વામી.' ઈશ્વરચરણ સ્વામીએ તેમનાં ચરણસ્પર્શ કરતા કહ્યું.
'તમે દર્શન કર્યાં ઠાકોરજીનાં ?'
'ના.'
'દર્શન કરીને આવવું. પાંચ આરતીનાં દર્શન કરવા જવું જ. ગુણાતીતાનંદ સ્વામીના વખતે જૂનાગઢમાં તો ચાતુર્માસની અંદર બધાં સાધુઓ વહેલા સવારે ૪ વાગે તૈયાર થઈ જાય અને સો થી દોઢસો પ્રદક્ષિણા કરી નાખે. પછી મંગળા આરતીમાં જાય. બધાંય સંતોને પાંચેય આરતીનાં દર્શનનાં નિયમ... સવારે દર્શન કરીને જ આવવું.' મંગળ પ્રભાતે તાળીનાં થપકારા મારતાં મારતાં યોગીજી મહારાજે યોગનિદ્રા ત્યજીને ઉપદેશ વચનો કહ્યા હતા. ભગવાનસંબધી ક્રિયામાં જાણપણું રાખવામાં યોગીજી મહારાજ સદાય જાગૃત હતા.