પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 1-6-2010, લીંબડી
મોજીદડના બટુકસિંહ રાઠોડ નામના એક ગુણભાવી છે. લીંબડી મંદિરની પ્રતિષ્ઠાના સમાચાર સાંભળીને તેઓના મનમાં એમ થયા કરતું હતું કે ‘આવી રીતે વિધિ કરવાથી ઓછા કંઈ મૂર્તિમાં ભગવાન બેસી જાય છે ? આ બધા ધતિંગ છે.’ આવા નાસ્તિકભાવના વિચારો તેઓના મનમાં ઉદ્ભવતા હતા; પરંતુ કો’ક સાત્ત્વિક ક્ષણે તેઓને વિચાર આવ્યો કે ‘ભગવાન નથી જ - એવું કહેવા કરતાં કદાચ હોય તો પરીક્ષા કરીએ.’ એમ વિચારીને તેઓએ સંકલ્પ કર્યો કે ‘ધંધા માટેનું એક કામ પંદર વર્ષથી અટક્યું છે. જો ખરેખર મૂર્તિમાં ભગવાન બેસતા હોય તો મારું કામ સફળ થાય.’ તેઓએ પ્રતિષ્ઠાના દિવસે સવારે આ સંકલ્પ કર્યો અને ચમત્કાર થયો, સાંજે જ તેઓનું કામ પૂરું થઈ ગયું ! પંદર વર્ષથી જે કામ અટક્યું હતું તે કલાકોમાં પૂરું થઈ ગયું. તેઓ પોતે પણ માની શકતા ન હતા. તેઓના મનમાં આશ્ચર્ય હતું, પરંતુ એક વાત તેઓને પાકી થઈ ગઈ કે પ્રમુખસ્વામી જેવા મહાન સંત જ મૂર્તિમાં પ્રાણ પૂરી શકે ને ત્યારે જ મંદિરમાં પ્રભુ અવશ્ય વિરાજે છે. આજે તેઓ ખાસ સ્વામીશ્રીના આશીર્વાદ લેવા આવ્યા હતા.
Vachanamrut Gems
Gadhadã III-13:
Shriji Maharaj's Intense Love for God and His Devotees
“In addition, the profound affection that I have for God and His devotees is so strong that even kãl, karma and mãyã are incapable of eradicating that affection. In fact, even if My own mind attempted to eradicate it, it would definitely not be eradicated from My heart. Such is the intense love I have for God and His devotees.”
[Gadhadã III-13]