પ્રેરણા પરિમલ
સન્માન તો શ્રીજીમહારાજનું
અટલાદરાથી નીકળી યોગીજી મહારાજ વડોદરામાં કેટલીક પધરામણી કરી બોચાસણ પધાર્યા. અહીં હજારો હરિભક્તો દર્શને ઊમટ્યા હતા. સ્વાગતનો ઠાઠ ઘણો રહ્યો હતો. સૌનાં અંતરમાં પણ ઘણો ઉમળકો જાગ્યો હતો. ઘનશ્યામ સ્વામીએ સ્વામીશ્રીને સુંદર આસને પધરાવી ખૂબ પ્રેમથી આરતી ઉતારી. ભક્તોએ ભાવથી વધાવી.
સ્વામીશ્રીએ માનવમેદનીને આશીર્વાદ આપતાં સહજભાવે કહ્યું, 'આ આપણું સન્માન નથી, શ્રીજીમહારાજ, અક્ષરપુરુષોત્તમ અને શાસ્ત્રીજી મહારાજનું સન્માન છે. આપણું સન્માન થાય તો ફુલાઈ પડીએ. પણ આ તો સાક્ષાત્ અક્ષરપુરુષોત્તમનું સન્માન છે. આપણે તો ઘરે આવ્યા તેમાં આવું કંઈ કરવું જોઈએ નહિ...' હંમેશાં નાનપને આવકારતાં સ્વામીશ્રી મોટપના આવા પ્રસંગો પોતાના ઇષ્ટદેવ શ્રીજીમહારાજના શિરે ઢોળી દેતા. એ જ એમની મોટપની ઓળખ હતી.
સન્માન-સભા પૂરી થયા બાદ સ્વામીશ્રી પોતાના ઉતારામાં પધાર્યા. તુરત પોતે જે મોટરોમાં આવેલા તેના ડ્રાઈવરોને યાદ કર્યા. તેમને બોલાવ્યા, મળ્યા, પ્રસાદી આપીને પૂછ્યું : 'જમ્યા ?'
'ઉતાવળ છે, જવું છે.' ડ્રાઈવરોએ કહ્યું.
'જમીને જ જવું પડશે.' સ્વામીશ્રીએ આગ્રહ કરતાં કહ્યું, 'તમે જમીને જાવ તો અમારો આત્મા ઠરે. તમને સંભારણું રહે.' એમ ખૂબ આગ્રહ કરી સ્વામીશ્રીએ ડ્રાઈવરોને જમાડીને જ મોકલ્યા.
Vachanamrut Gems
Gadhadã I-78:
Why Vicious Desires Persist?
Nãnã Nirvikãrãnand Swãmi then asked, "Despite having faith in God, why are not one's vicious desires eradicated?"
Shriji Mahãrãj replied, "One's vicious desires are not eradicated because one has not fully realised the greatness of God."
[Gadhadã I-78]