પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 22-9-2016, સારંગપુર
આજે મંદિરે દર્શન બાદ સ્વામીશ્રી પોતાના કાર્યકક્ષ તરફ આવી રહ્યા હતા, ત્યારે માર્ગમાં પરદેશના સંતો હરોળબદ્ધ ઊભા રહી ગયેલા. જેવા સ્વામીશ્રી તેઓ પાસેથી પસાર થયા કે તે સૌ એક પછી એક પોતાનો પરિચય આપતાં બોલવા લાગ્યા :
‘I am from England’(હું ઈંગ્લેન્ડથી આવું છું)...
‘I am from America’(હું અમેરિકાથી આવું છું)...
‘I am from Australia’(હું ઓસ્ટ્રેલિયાથી આવું છું)...
‘I am from New Zealand’(હું ન્યૂઝીલેન્ડથી આવું છું)...
‘I am from South Africa’(હું સાઉથ આફ્રિકાથી
આવું છું)...’
અંતે સ્વામીશ્રીના ઓરડાના બારણા પાસે ઊભેલા જ્ઞાનમનનદાસ સ્વામીએ સ્વામીશ્રીને પૂછ્યું : ‘Where are you from ? - આપ ક્યાંથી આવો છો ?’
‘અક્ષરધામથી.’ સ્વામીશ્રી તરત જ બોલ્યા.
અનિર્દેશનો આ નિર્દેશ સાંભળી સૌ ઝૂમી ઊઠ્યા.
Vachanamrut Gems
Gadhadã I-73:
Key to Becoming Flawless
"… Whoever believes the great Purush to be absolutely free of flaws becomes totally flawless himself…"
[Gadhadã I-73]