પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
આજે સભા બાદ સ્વામીશ્રી છાત્રાલયની મધ્યમાં આવેલી હરિયાળીની ફરતે પ્રદક્ષિણાકાર પથ પર પધાર્યા હતા. સૌ વિદ્યાર્થીઓને સમીપ દર્શન થઈ જાય તે માટે આ આયોજન હતું. તેમાં પ્રથમ જ ગ્રાસે મક્ષિકાની જેમ કેટલાક વિદ્યાર્થીઓ પોલીસનો વેશ ધરીને ઊભા હતા. તેઓએ સ્વામીશ્રીને રોકતાં કહ્યું : ‘આ અક્ષર પોલીસ ચોકી છે. અહીંથી ટેક્સ ભર્યા વિના આગળ નહીં જવાય. પણ આપની પાસે તો પૈસાય નથી. તો અમને શું આપશો ?’
‘અક્ષરધામ.’ સ્વામીશ્રી બોલ્યા.
આ સાંભળી સૌને ‘ધબ્બામાં ધામ પમાડે...’ એવા યોગીજી મહારાજનો વારસો ચાલુ જ છે તેની પ્રતીતિ
થઈ રહી.
Vachanamrut Gems
Kãriyãni-5:
The Sole Purpose of God's Avatar
"Thus, the only reason God assumes an avatãr is to fulfill the desires of His beloved devotees. Along with this, He grants liberation to innumerable other jivas and also establishes dharma…"
[Kãriyãni-5]