પ્રેરણા પરિમલ
ટ્રેક્ટર
(તા. ૨૩.૩.૯૮, સારંગપુર)
સાંજના સ્વામીશ્રી સ્મૃતિમંદિરે દર્શન કરવા જઈ રહ્યા હતા. એક ભક્ત મંદિરના દરવાજા પાસે સેકન્ડહેન્ડ ટ્રેક્ટર લઈને ઊભા હતા. એમને એ પ્રસાદીનું કરાવવું હતું. સ્વામીશ્રીએ એમની ઇચ્છા પૂર્ણ કરી પૂછ્યું, 'કેટલામાં પડ્યું?' '૧,૮૦,૦૦૦માં.'
'કેટલા? ૧,૮૦,૦૦૦માં... સેકન્ડહેન્ડના આટલા બધા?!' સ્વામીશ્રીને આશ્ચર્ય થયું.
સ્વામીશ્રીએ રસ્તામાં સારંગપુરમાં કૃષિક્ષેત્રે સેવા આપતા આરુણિ ભગતને પૂછ્યું, 'નવું કેટલામાં આવે?'
'૨,૪૦,૦૦૦માં.'
સ્વામીશ્રીએ ભાવ સાંભળી ફાળ પડી. હરિભક્તના પૈસા ગયા! એમણે ઘુંમટમાં જોધાણી સાહેબ સાથે આના સંદર્ભમાં પૂછપરછ કરવા માંડી. યોગમુનિ સ્વામીને પૂછ્યું, 'પેલો વેચનારો પાછું ન લે? સેકન્ડહેન્ડનો ભાવ ખૂબ વધારે કહેવાય. પાછું ૧૪ વર્ષ તો વપરાયેલું છે.'
'લે ને! આપણા પરિચિત છે.' સ્વામીશ્રી પ્રદક્ષિણા કરવા લાગ્યા. ઉતારે આવતાં રસ્તામાં યોગમુનિ સ્વામીને ઇશારો કરી પેલા હરિભક્તને સાથે લાવવા જણાવ્યું.
સ્વામીશ્રી જમ્યા બાદ ફરી એને મળ્યા. એને સમજાવ્યું, 'ભલા માણસ! આ તો ખોટ કહેવાય! ટ્રેક્ટર ૧૪ વર્ષ વાપરેલું છે. વળી ૧.૫„ વ્યાજ આપવાનું. તારી પાસે પૈસાની પૂરતી વ્યવસ્થા નથી. તું કેમનું બધું કરીશ ? એમ કર, આપણે એને સમજાવીને ટ્રેક્ટર પાછું આપી દઈએ. આના કરતાં નવું લેવું સારું પડે.' પેલાને મનાયું નહીં. કહે : 'બાપા! એ બધું ઠીક છે. હવે આશીર્વાદ આપો કે અમે એના બાકી રહેલા રૂપિયા વહેલાસર ભરપાઈ કરી દઈએ.' સ્વામીશ્રી ઉદાસ થઈ ગયા.
સ્વામીશ્રીએ પૂછ્યું : 'ઠીક છે, તારી ઇચ્છા ન હોય તો કંઈ નહીં. પણ એ તો કહે કે તારે જમીન કેટલી છે?'
પછી સ્વામીશ્રીએ એની ખેતી અંગે સમગ્ર માહિતી પૂછી. અંતે કહ્યું, 'તારી ખેતી જોતાં એવું લાગે છે કે તને હપ્તા ભરવા ભારે પડશે. માટે ટ્રેક્ટર બીજાને પણ આપજે. એમાંથી પૈસા કમાઈશ. નહીંતર આ નહીં પોષાય.' સ્વામીશ્રીએ એને સુખિયો કરવા સર્વ પ્રયત્ન કરી જોયા. પણ જિસકો નહીં હૈ બોધ તો ગુરુ જ્ઞાન ક્યા કરે?
Vachanamrut Gems
Panchãlã-4:
When God is Present as a Human, does He Leave His Divine Abode Empty?
"… Therefore, God suppresses His own divine powers and gives darshan exactly like a human. But at the same time, He still remains present in His own abode. Only when God comes as a human are people able to do His darshan, touch Him, and offer the nine types of bhakti."
[Panchãlã-4]