પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૨૯૨
મુંબઈ, તા. ૧૫-૭-૧૯૭૦
સાંજે નિત્યકર્મથી પરવારી યોગીજી મહારાજ ઉકાળો લઈ રહ્યા હતા, ત્યારે બોટાદના ભગા દોશીના કુટુંબના કેટલાક હરિભક્તો સ્વામીશ્રીને મળવા આવ્યા. સ્વામીશ્રી આફ્રિકા, લંડન વગેરે સ્થળોએ જઈ આવ્યા અને સત્સંગ-પ્રચાર કર્યો, તે અંગે તેઓ આવતાંની સાથે જ સ્વામીશ્રીની પ્રશંસા કરવા લાગ્યા.
'બાપા ! આપે તો ભારે ડંકો માર્યો. મહારાજના વખતમાં પણ આપણો સત્સંગ ગુજરાતથી બહાર નથી ગયો, તે આપે લંડન સુધી ફેલાવ્યો.'
'શું બોલો છો ? એવું ન બોલાય !' સ્વામીશ્રીએ એમને બોલતાં એકદમ રોક્યા ને કહ્યું, 'શ્રીજીમહારાજની ર્દૃષ્ટિથી આ બધો સત્સંગ વધે છે. આપણે કોણ ? ગાડા નીચે કૂતરું ચાલ્યું જાય ને પછી જાણે 'હું ગાડું હંકારું છું' એમ ન થાય. મહારાજની દૃષ્ટિથી ડંકો વાગ્યો છે.'
પોતાના ઇષ્ટદેવ શ્રીજીમહારાજની જ શક્તિનું પ્રધાનપણું આગળ કરતાં સ્વામીશ્રીના આ શબ્દોથી તે હરિભક્તો તથા ત્યાં બેઠેલા સૌ કોઈને 'સ્વામીસેવકભાવ'નું સ્વામીશ્રીમાં યથાર્થ દર્શન થયું.
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Gadhadã II-26:
The half-fallen satsangi
“… Also, a devotee of God should perceive flaws primarily in himself. Conversely, a person who perceives flaws in others and only virtues in himself may be known as a satsangi, but he should be known to be half-fallen.”
[Gadhadã II-26]