પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 31-5-2010, લીંબડી
રામજી દાદાનો પરિવાર દર્શને આવ્યો. ત્યારે પણ સ્વામીશ્રી કહે : ‘બે-ત્રણ દહાડાથી હું સંભારતો હતો કે આ બધા ક્યાં હશે ? શું કરતા હશે ?’
અતિ વ્યસ્તતા વચ્ચે પણ સ્વામીશ્રીની આ આત્મીયતા સૌને સ્પર્શી જાય છે અને આવી આત્મીયતાના કારણે હરિભક્તોમાં પણ સમર્પણની જ્યોત પ્રગટે છે. હરિભાઈના સુપુત્ર પ્રવીણભાઈની દીકરીનાં પ્રતિષ્ઠાના બીજે જ દિવસે લગ્ન હતાં, છતાં પ્રવીણભાઈ પ્રતિષ્ઠાના દિવસ સુધી મંદિરની સેવામાં જ વ્યસ્ત રહ્યા. રાત્રે ઘરે ગયા પછી વ્યાવહારિક કાર્ય હાથમાં લીધું.
Vachanamrut Gems
Gadhadã II-55:
An Ekantik Bhakta Engages himself in God
“The mind of an ekãntik bhakta of God contemplates only upon the form of God; his mouth sings only the praises of God; his hands engage only in the service of God and His devotees; and his ears listen only to the praises of God…”
[Gadhadã II-55]