પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
આજે છાત્રાલયમાં રહીને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સ્વામીશ્રીનાં ભોજન-દર્શનનો લાભ લઈ રહેલા. આ ભોજનસત્રની પૂર્ણાહુતિમાં તેઓએ કહ્યું : ‘સ્વામી ! આજે એક ઇતિહાસનું પુનરાવર્તન કરવું છે.’ એમ કહી તેઓએ છાત્રાલયની દશાબ્દી વખતે સ્વામીબાપાની હાજરીમાં ગવાયેલી કવ્વાલી - ‘આ સૂરજ પૂછે છે, આ ચાંદો પૂછે છે, ગગનમાં ચમકતો સિતારો પૂછે છે... પ્રમુખસ્વામી શું છે ?’ રજૂ કરી.
આ રજૂઆતના અંતે વિદ્યાર્થીઓએ કહ્યું : ‘પ્રમુખસ્વામી મહારાજે તો આ કવ્વાલી પછી પોતાની ઓળખ આપીને ઇતિહાસ રચી દીધો છે. આપ હવે આપની ઓળખ આપો કે મહંત સ્વામી શું છે ?’
‘દાસના દાસ.’ સ્વામીશ્રી ક્ષણનાય વિલંબ વિના બોલી ઊઠ્યા.
Vachanamrut Gems
Kãriyãni-6:
Means To Please God
Muktãnand Swãmi then asked, "Mahãrãj, by which virtue is God pleased upon a devotee?"
Shriji Mahãrãj replied, "God is pleased with a devotee who becomes free of lust, anger, avarice, deceit, egotism, jealousy and matsar, and then offers bhakti to God..."
[Kãriyãni-6]