પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 19-6-2017, લંડન
સ્વામીશ્રીએ આજે અલ્પાહારનો આરંભ કર્યો. થોડી વારમાં કેક આવી. લાવનાર સંતે પૂછ્યું : ‘જમવી છે ?’
તરત નારાયણમુનિદાસ સ્વામીએ સ્વામીશ્રી વતી પૂછી લીધું : ‘ધરાવી ?’
લાવનાર સંતે ‘હા’ કહી.
નારાયણમુનિદાસ સ્વામીએ પૂછ્યું : ‘કેવી રીતે ? બાપાએ લંડનમાં જ કહ્યું હતું - ‘કટકો કર્યા વગર કેવી રીતે ધરાવી ?’
સ્વામીશ્રી કટાક્ષ કરતાં કહે : ‘ઠાકોરજીને તો બતાવવાનું જ હોય...’ પછી હસીને કહે : ‘મહારાજ લેવા જાય એ પહેલાં... ઊપડી જાય.’
સ્વામીશ્રીના શબ્દોથી સૌ હસી પડ્યા, પણ સાથે જાણપણું પણ આવી ગયું કે ‘ઠાકોરજીને આપણે જમીએ તે રીતે, વ્યવસ્થિત કરીને, શાંતિથી ધરાવવું. यथा देहे तथा देवे।’