પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
આજે અલ્પાહારના પ્રારંભમાં ‘શ્રીમદ્સદ્ગુણ...’ શ્લોક પૂર્ણ થતાં જ સ્વામીશ્રી હાથ જોડીને બોલવા લાગ્યા : ‘ત્યાગવલ્લભદાસ સ્વામીની માફી માગીએ.’
આ સાંભળી સૌ ચકિત થઈ ગયા પણ ત્યાં જ સેવક સંતે રહસ્ય ખોલતાં કહ્યું : ‘આજે શણગાર આરતી વહેલી કરી, તેથી ત્યાગવલ્લભદાસ સ્વામી પહોંચી ન શક્યા.
તે માટે સ્વામીશ્રી માફી માંગી રહ્યા છે.’
પણ ત્યારે ત્યાગવલ્લભદાસ સ્વામી બોલ્યા : ‘સ્વામીશ્રીને માફી માગવાની ન હોય. સ્વામીશ્રી પધારે તે ટાઇમે આરતી કરવાની.’
નમ્રતા અને પરસ્પરના આદરની આ પરાકાષ્ઠા હતી. ગુરુ-સદ્ગુરુ વચ્ચે ચાલેલી આ દાસત્વની સ્પર્ધાને સૌ મુગ્ધભાવે નિહાળી રહ્યા.
Vachanamrut Gems
Kãriyãni-3:
How To Judge a Person
"… Thus, a person cannot be judged by his superficial, physical behaviour; only after staying with him can he be judged. Because by staying with him, his activities can be observed - the way he talks, the way he walks, the way he eats, the way he drinks, the way he sleeps, the way he wakes, the way he sits, etc."
[Kãriyãni-3]