પ્રેરણા પરિમલ
જીવતાં જગતિયું
(તા. ૧૫.૩.૯૮, સારંગપુર)
રોજકાના નાગરભાઈ નરસિંહભાઈ પટેલ સ્વામીશ્રીનાં દર્શને આવ્યા. સાથે એમના ભાઈ પ્રેમજીભાઈ પણ હતા.
નાગરભાઈ કહે : 'સ્વામી ! હવે અવસ્થા થઈ ગઈ છે તો પુણ્યકાર્ય કરી લઈએ. મૂડી અર્પણ કરવી છે. જીવતાં જગતિયું કરી લઈએ.'
સ્વામીશ્રીએ યોગમુનિ સ્વામીને બોલાવીને કહે, 'તમે સજ્જા ભરવાની બધી વ્યવસ્થા કરો. એમાં શું શું મૂકવાનું હોય એ બધું તૈયાર કરી નાંખો. સવારના આપણે વિધિ કરી લઈએ.'
'મને એમાં ખબર નથી પડતી.' એમણે ઉમેર્યું, 'એ પ્રથા તો ગુજરાતમાં હોય અહીં નહીં.'
ત્યાં જ એક બ્રાહ્મણ દર્શને આવ્યો.
સ્વામીશ્રી કહે : 'જો આ રહ્યો બ્રાહ્મણ. એને પૂછી બધું કરી લો. શું શું હોય એ બધું નોંધી લો.'
હજુ યોગમુનિ સ્વામી અવઢવમાં હતા. સ્વામીશ્રી કહે : 'તમારા મનમાં હજી બેસતું નથી લાગતું.'
તેઓ કહે : 'બાપા ! હરિભક્તને આ બધું વળી શું ?'
સ્વામીશ્રીએ કહ્યું : 'આ બધું જ કરવાની જરૂર છે. ભક્તને સંતોષ થાય.'
'સારું.' કહી યોગમુનિ સ્વામી તૈયારી કરવા ગયા. સ્વામીશ્રી બપોરના આરામમાં જતા હતા ત્યારે પણ આની જ માહિતી મેળવતા હતા. સૂચનો આપતા હતા. ત્યારબાદ જાણકાર સંતોને પૂછી પૂછીને સજ્જા ભરવાનું નક્કી કરી દીધું.
બીજે દિવસે સવારે સ્વામીશ્રી રંગમંડપમાં દર્શન કરવા ગયા. ત્યાં સજ્જા ગોઠવાયેલી હતી. નજીક ગયા. ખાટલો, ગાદલું, ગોદડાં, ચાદર, ઓશિકાં, રજાઈ, ફાનસ, બૅટરી, મોજડી, છત્રી, ખાવાના મસાલા, શાકભાજી વગેરે ઘણી વસ્તુઓ જોઈ ખૂબ રાજી થયા. નાગરભાઈ તથા પ્રેમજીભાઈને ઊભા રાખી બધું દેખાડ્યું. એમને પણ આશીર્વાદ આપ્યા. સ્વામીશ્રીની આટલી સંભાળ જોઈ ગળગળા થઈ ગયા. કહે : 'બાપા ! તમે તો બહુ કરી નાંખ્યું.'
સ્વામીશ્રી તો મંદ હાસ્યની સ્મૃતિ આપતાં આગળ નીકળી ગયા. નાગરભાઈ પાછળ વિચારતા રહ્યા કે આ પુરુષ આલોક-પરલોકમાં આપણને કંઈ દુઃખ નહીં આવવા દે.
Vachanamrut Gems
Loyã-14:
Shriji Maharaj's Method of Worship
"… Despite being able to constantly see this mass of divine light, I am not attracted by it; I experience profound bliss only from the darshan of God's form. This is My method of worship."
[Loyã-14]