પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૨૯૦
મુંબઈ, તા. ૧૫-૭-૧૯૭૦
આજે નિયમની એકાદશી હતી. યોગીજી મહારાજે નાના-મોટા સૌને નિર્જળ ઉપવાસ આપ્યો હતો. ડૉ. દવેના બંને દીકરાઓ સ્વામીશ્રીનાં દર્શને આવ્યા. (આગલે દિવસે તેઓ આવેલા ત્યારે સ્વામીશ્રીએ તેમને ઉપવાસ કરવાની આજ્ઞા કરેલી.) એમના દાદા સાથે હતા. તેમણે સ્વામીશ્રીને વિનંતી કરી, 'બાપા ! આ છોકરાઓને આજે પરીક્ષા છે તો પાણી અગર દૂધ પીએ તો કેમ ?
સ્વામીશ્રીએ સાફ ના પાડી.
તેમણે બે-ત્રણ વાર પૂછી જોયું. પણ દરેક વખતે સ્વામીશ્રીએ ના જ પાડી અને કહ્યું, 'પાસ થઈ જશો. માંડ હડફેટમાં આવ્યા છો...' એમ કહી આશીર્વાદના થાપા આપી બંને છોકરાઓને નિર્જળ ઉપવાસ ચાલુ રખાવ્યો. આ બંને કિશોરો સ્વામીશ્રીના બહુ પરિચયમાં નહોતા.
વજુભાઈ શેઠે પણ સ્વામીશ્રીને પાણી પીવાની અરજ કરી, પણ સ્વામીશ્રીએ જરા પણ નમતું ન આપ્યું. છેવટે જ્યારે તેમણે ફરી ફરીને પૂછ્યું ત્યારે રાત્રે થોડું પાણી પાવાની સ્વામીશ્રીએ છૂટ આપી.
આફ્રિકાથી આવેલા સી. ટી. પટેલના ચિ. હરિકૃષ્ણને આજે તાવ જેવું હતું, અશક્તિ હતી. સંતોએ તેના વતી સ્વામીશ્રીને વિનંતી કરી, પણ સ્વામીશ્રીએ ના જ પાડી. પાછળથી તેને થોડી સાબુદાણાની ખીર લેવાની રજા આપી.
કુસુમથી પણ અતિ કોમળ સ્વામીશ્રી વ્રત ઉપવાસ કરવા-કરાવવામાં પથ્થરથી પણ અતિ કઠણ હતા.
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Gadhadã II-57:
How to Love God
“Please listen, I wish to speak to all of you. When you were singing devotional songs, and as I was listening to them, a thought occurred to Me, which I shall now share with you. If one wants to love God, one should love Him while believing oneself to be the ãtmã, which is characterised by pure existence…”
[Gadhadã II-57]