પ્રેરણા પરિમલ
'હૉલ દુનિયાના સિટિઝન છીએ.'
લંડનની રાણીના પ્રતિનિધિ દુષ્યંત શર્મા આજે સ્વામીશ્રીનાં દર્શને આવ્યા. લોર્ડ ધોળકિયાએ કરેલા પ્રવચનના અંશનો સંદર્ભ આપતાં તેઓ કહે : 'ધોળકિયાએ તો કહ્યું કે આપ લંડનના સિટિઝન છો, પણ ફક્ત લંડનના નહીં, આપ લ્યુટનના પણ સિટિઝન છો.'
તેઓની આ ભાવનાને સમર્થન આપતાં સ્વામીશ્રી કહે : 'હા, એ બરાબર છે.'
તેઓ જ્યારે જઈ રહ્યા હતા ત્યારે સ્વામીશ્રી મરક મરક હસતાં આત્મસ્વરૂપ સ્વામીના હાથ ઉપર પોતાના હાથની એક ટપલી મારીને કહે કે 'હૉલ દુનિયાના સિટિઝન છીએ, સંકુચિત દૃષ્ટિ શું કામ? હૉલ દુનિયાના સિટિઝન છીએ.' ખરેખર, સ્વામીશ્રી માટે 'સ્વદેશે ભુવનત્રયમ્' છે જ. સ્વામીશ્રી સૌ કોઈના છે. સ્વામીશ્રીના હૃદયમાં સૌ કોઈ સમાઈ શકે છે.
યોગેશચગ કહેઃ 'સ્વામી ! અમને તો આજે જ ખબર પડી કે તમે યુ.કે.ના સિટિઝન છો.'
સ્વામીશ્રી થોડીક ઝીણી આંખ કરતાં કહે : 'તારી દૃષ્ટિ એટલી જ છે, એટલે તને આટલું જ લાગે ને! બાકી અક્ષરધામની દૃષ્ટિએ જોઈએ તો આ બધું ક્યાં છે જ કાંઈ ? ભગવાન તો સર્વત્ર છે.'
આજે લ્યુટનની મૂર્તિપ્રતિષ્ઠા હતી. તેના શુભ મુહૂર્તમાં સ્વામીશ્રી જાણે કે પોતાના સ્વરૂપની ઓળખાણ આપવાની એક વિશેષ દૃષ્ટિ આપી રહ્યા હતા!
(તા. ૯-૫-૨૦૦૪, રવિવાર, લ્યુટન)
Vachanamrut Gems
Vartãl-14:
The Result of Maligning God or His Sant
“Moreover, when a person abides by the dharma of one’s caste and ãshram as prescribed in the Dharma-shãstras, everyone considers that person to be one who is sincere in his dharma. However, if he maligns God or His Sant, then the result of committing the sin of maligning the Satpurush is such that all the merits earned by abiding to the dharma of one’s caste and ãshram are burnt to ashes…”
[Vartãl-14]