પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
આજની પ્રાતઃપૂજા બાદ સ્વામીશ્રી મંદિરે પધાર્યા ત્યારે છાત્રાલયના યુવકોએ પૂછ્યું : ‘સ્વામી ! આપના દર્શને, આપના સંગે અમને મજા આવે છે. પણ આપને અમારી સાથે મજા આવે છે ?’
‘હા.’
સ્વામીશ્રીના મુખમાંથી આમ હકાર નીકળતાં જ યુવકોએ કહ્યું : ‘તો તો અહીં જ રોકાઈ જાવ ને !’
‘પંચવિષય મૂકવા પડશે.’ સ્વામીશ્રીએ જાણે રોકાણની ‘ફી’ જણાવતાં કહ્યું.
‘સૌ હરિભક્તને રે, રહેવું હોય મારે પાસ; તો તમે મેલજો રે, મિથ્યા પંચવિષયની આશ...’ શ્રીજીમહારાજની જેમ સ્વામીશ્રીનો પણ આ જ મત છે.
Vachanamrut Gems
Kãriyãni-6:
The Roots of Matsar (Jealousy)
Again Muktãnand Swãmi asked, "What causes matsar?"
Shriji Mahãrãj replied, "There are three causes of matsar: women, wealth and sumptuous food. But for one who does not have any of these three, egotism is the cause of matsar…"
[Kãriyãni-6]