પ્રેરણા પરિમલ
કહત હૈ સંત સુજાણ... પ્રમુખસ્વામી મહારાજે સદ્ વાંચન પર વરસાવેલા અમૃતનું આચમન
(તા. ૧૮-૩-૯૪, મોડાસા)
મોડાસામાં બપોરે ભોજન દરમ્યાન સદ્વાંચન ઉપર સ્વામીશ્રીએ ઘણો ભાર આપ્યો. ઈશ્વરચરણ સ્વામીએ સ્વામીશ્રીને કહ્યું : 'સંપ્રદાયના ગ્રંથોની દૃઢતા થાય તો એમાંથી બધું જ મળી રહે.'
આ સાંભળતાં જ સ્વામીશ્રી કહેવા લાગ્યા : 'એમાં માસ્ટરી આવે તો બધું જ થઈ જાય. મહારાજ-સ્વામીના ગ્રંથો છે એ વારેવારે વાંચે રાખે તો એમાંથી જ બધું સમાધાન મળી જાય. બીજાના વિચારોની અસર ન થાય. સંપ્રદાયના ગ્રંથોનું જ વાંચન-મનન હોય. યોગીજી મહારાજનું જીવનચરિત્ર અંદરથી વાંચે તો બીજું વાંચવાનું જ ન રહે. 'વચનામૃત'નું ચિંતન-વિચારપૂર્વક વાંચન કરે તો કોઈ સંકલ્પ, વિચાર કે પ્રશ્ન જ ન ઊઠે.'
Vachanamrut Gems
Loyã-8:
Controlling One's Speech
"Finally, the over-activity of one's speech can be eradicated by not interrupting with wise remarks when people like Muktãnand Swãmi are speaking or narrating from a scripture. Moreover, if one does happen to interrupt, one should turn a rosary 25 times. Thereby, the over-activity of speech can be eradicated."
[Loyã-8]