પ્રેરણા પરિમલ
'આ તો બધાં મનનાં કારણ છે.'
એક સત્સંગી યુવાનના બનેવી સ્વામીશ્રીનાં દર્શને આવ્યા હતા. તેઓને આ દેશનો રંગ લાગી ચૂક્યો હતો. સ્વામીશ્રીએ તેઓને સમજાવતાં કહ્યું : 'આપણે ભારતીય છીએ. પેલું બધું ખાવા-પીવાનું મૂકો હવે!'
થોડીવાર સુધી તો પેલા ભાઈ કશું જ બોલ્યા નહીં. કદાચ શું બોલવું એનો પણ એમને ખ્યાલ નહીં હોય. અંતરમાં એને આ બધું મૂકવાની તૈયારી હતી નહીં. સ્વામીશ્રીને ખચકાતાં સ્વરે કહે : 'ટ્રાય કરીશ.'
'આમાં ટ્રાય શું કરવાની? મૂક્યું એટલે મૂક્યું.' સ્વામીશ્રીએ થોડા વિશેષ હેતથી ભારપૂર્વક કહ્યું.
પેલા કહેઃ 'પછી મારી બોડી ચાલશે ને ?!'
એમની આ દલીલ અને અજ્ઞાનતા ઉપર થોડી દયા સાથે સ્વામીશ્રી કહે : 'આ ખાવ છો એટલે બોડી બગડે છે. ખાવાનું મૂકી દેશો એટલે બધું જ સારું થઈ જશે. નહીં ખાવાથી બોડી બગડે જ નહીં. આ તો બધાં મનનાં કારણ છે.'
સ્વામીશ્રીની વાતમાં વિશ્વાસ લાવીને પેલા ભાઈએ વ્યસનો મૂકવાના અને માંસાહાર ન કરવાના નિયમ લીધા.
(તા. ૮-૫-૨૦૦૪, શનિવાર, લંડન)
Vachanamrut Gems
Gadhadã III-6:
Not Blaming Others for One's Own Faults
“If, while offering bhakti to God, one commits a mistake, one should not blame anyone else for that fault. Indeed, it is the very nature of all people that when they are at fault, they claim, 'I made a mistake because someone else misled me; but I am not really at fault.' One who says this, though, is an utter fool. After all, others may say, 'Go and jump into a well!' Then, by such words, should one really jump into a well? Of course not. Therefore, the fault lies only in the person who does the wrong, but he blames others nonetheless.”
[Gadhadã III-6]