પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 17-6-2017, લંડન
સ્વામીશ્રી બાળકો શિશુઓને લાભ આપવા માટે જીમમાં પધાર્યા. આગળના કાર્યક્રમમાં બાળકો સ્વામીશ્રીને પ્રશ્ન પૂછે અને સ્વામીશ્રીએ હા અથવા ના એ રીતે જવાબ આપવાનો હતો. તે પ્રશ્નો અને સ્વામીશ્રીએ આપેલા ઉત્તરો નીચે મુજબ છે :
પ્રશ્ન : આપ અમારા સૌથી મોટા અને સૌથી બેસ્ટ ફ્રેન્ડ બનશો ?
સ્વામીશ્રીએ કહ્યું : ‘હા.’
પ્રશ્ન : આપ અમને અક્ષરધામના દરવાજે લેવા ઊભા રહેશો ?
સ્વામીશ્રીએ કહ્યું : ‘હા.’
પ્રશ્ન : જે યોગીજી મહારાજ અને જે પ્રમુખસ્વામી મહારાજ અહીંયાં લંડન પધાર્યા હતા, આપ એ જ પ્રગટ અક્ષરબ્રહ્મ છો ?’
સ્વામીશ્રીએ કહ્યું : ‘હા.’
પ્રશ્ન : કોઈ અમને પૂછે કે તમે ભગવાન જોયા છે ? તો અમે હા પાડી શકીએ ? કારણ કે અમે આપને
જોયા છે ?
સ્વામીશ્રીએ મુઠ્ઠી વાળીને ગર્વભેર હા કહેવું તેવી એક્શન કરતાં ‘હા’ કહી.
સૌને સ્વામીશ્રીના મુખે તેઓના સ્વરૂપની સ્પષ્ટ ઓળખાણ સાંભળીને ખૂબ આનંદ આવ્યો.
Vachanamrut Gems
Gadhadã III-37:
The experience one will never forget
“… If a person cultivates the gnãn of that form of God in this way, then if he has offered bhakti to that God and has fully experienced the bliss of that gnãn and bhakti as it really is at least once in his jiva, he will never forget it. In fact, regardless of whatever happiness or distress comes his way, he does not forget the experience of that bliss of God’s form…”
[Gadhadã III-37]