પ્રેરણા પરિમલ
કહત હૈ સંત સુજાણ... પ્રમુખસ્વામી મહારાજે સદ્ વાંચન પર વરસાવેલા અમૃતનું આચમન
(સાંકરી)
'વચનામૃતમાં કોઈ વાત અવિદ્વાન નથી રાખી. શ્રીજીમહારાજે કહ્યું કે 'આ મારી દીઠેલ-અનુભવેલ વાત છે ને એ વાતને હું દેખું છું. દુનિયામાં ગમે ત્યાં જાઓ, ગમે તે વાંચો, ગમે તેને મળો એમાં ઘણી સારી વાતો હોય પણ યોગીજી મહારાજના જેવી એકેય વાત નથી. ભલે સંસ્કૃત શ્લોકો કે અલંકૃત ભાષામાં ન બોલે પણ એમના જેવી કોઈ વાત નથી. એમના જેવું કોઈ રૂપ નથી. એમના જેવું કોઈ સુખ નથી. આટલું તો દૃઢ હોવું જ જોઈએ. નહીંતર બીજાં પુસ્તકો વાંચી-વાંચીને, ખોતરી-ખોતરીને કાઢીએ એમાં કાંઈ નીકળવાનું નથી. પણ આપણી પાસે બધું જ છે. 'વચનામૃત'માં બધી જ વાત આવી ગઈ છે.'
Vachanamrut Gems
Panchãlã-4:
Why God Takes a Human Form
"If God does not become like a human and instead behaves with complete divinity, then people would not be able to develop affection or feelings of affinity for Him. Why? Because a human develops affection and affinity for another human…"
[Panchãlã-4]