પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 17-6-2017, લંડન
આજે સ્વામીશ્રી જ્યારે સત્સંગ શિબિરમાં પધાર્યા ત્યારે રુચિ ક્વિઝનું આયોજન થયું હતું. જેમાં સ્વામીશ્રીએ આપેલા ઉત્તરો નીચે પ્રસ્તુત છે :
પ્રશ્ન - 1 : આપની પ્રિય રમત કઈ છે ?
સ્વામીશ્રીએ જવાબ આપ્યો : ‘ફૂટબોલ.’
પ્રશ્ન - 2 : આપનું પ્રિય કીર્તન કયું છે ?
‘સ્વામીજી તો મહાપ્રતાપી...’
પ્રશ્ન - 3 : ઠાકોરજીને મિષ્ટાન્ન ધરાવવાનું હોય તો આપ કયું મિષ્ટાન્ન ધરાવો ?
‘મેસૂબ.’
પ્રશ્ન - 4 : ઠાકોરજીને પુષ્પ ધરાવવાનું હોય તો આપ કયું પુષ્પ પસંદ કરો ?
‘મોગરો’.
પ્રશ્ન - 5 : આપના મતે યોગીબાપાનો કયો ગુણ મહત્ત્વનો છે ?
‘ગુણગ્રહણ.’
પ્રશ્ન - 6 : આપનું પ્રિય વચનામૃત કયું ?
‘ગઢડા અંત્ય - 5.’
પ્રશ્ન - 7 : આપના મતે પ્રમુખસ્વામી મહારાજની એક અસાધારણ વિલક્ષણતા કઈ ?
‘સહનશીલતા’.
પ્રશ્ન - 8 : આપ માનસીપૂજા કઈ મૂર્તિની કરો છો ?
‘લંડનની મૂર્તિની’.
આ ઉત્તરમાં સૌથી વધુ તાળીઓ પડી.
પ્રશ્ન - 9 : આપનું પ્રિય સ્થાન કયું ?
સ્વામીશ્રીએ જણાવ્યું : ‘ગોંડલ’.
હવે, સ્વામીશ્રી સાથે પ્રશ્નોત્તરી શરૂ થઈ.
સ્વામીશ્રીને પૂછવામાં આવ્યું કે ‘અમે શું કરીએ જેથી સત્સંગમાં અમારો ચઢતો ને ચઢતો રંગ રહે ?’
સ્વામીશ્રીએ કહ્યું : ‘પ્રાપ્તિનો વિચાર કરજો. જે મહારાજ ને સ્વામી મળ્યા છે એમનો જોટો નથી. તેઓ પરથી પરથી પર છે. એમનાથી ઉપર કોઈ સત્તા નથી. તો શ્રીજીમહારાજ, પ્રમુખસ્વામી મહારાજ આ પૃથ્વી પર આવ્યા ને આ બ્રહ્માંડ તો ડર્ટીએસ્ટ પ્લેસ(સૌથી ગંદી જગ્યા) છે. જેના રૂંવાડાંમાં અનંત બ્રહ્માંડો ઊડે છે તે અક્ષરબ્રહ્મ સાથે મહારાજ પૃથ્વી પર પધાર્યા.’
સ્વામીશ્રીને પૂછવામાં આવ્યું કે ‘સ્વામી ! અમારામાં વધુ ને વધુ સંપ થાય તેવો એક પ્રસંગ જણાવશો ?’
સ્વામીશ્રીએ પ્રસંગ વર્ણવ્યો કે ‘યોગીબાપા નડિયાદમાં હતા અને બે બિનસત્સંગી ભાઈઓ વચ્ચે સંપ થયો તે જાણીને યોગીજી મહારાજ અત્યંત રાજી થઈ ગયા અને તેમને પેંડા જમાડી દંડવત કરવા તૈયાર થઈ ગયા !’ ત્યારપછી કહ્યું : ‘હરિભક્ત નહોતા તો પણ યોગીબાપાને સંપ ગમ્યો. પરોક્ષમાંય સંપ હોય તે તેઓને ગમે. તો સત્સંગમાં હોય તો કેમ ન ગમે ? સંપીને રહીએ તો કાંઈ પ્રશ્ન જ ન થાય. સંપમાં આપણે માંગણી ન કરવી પણ આપણે શું કરવું જોઈએ તે વિચારવું, બીજા પાસે અપેક્ષા ન હોય તો સંપ રહે.’
સ્વામીશ્રીને ત્રીજો અને અંતિમ પ્રશ્ન પૂછવામાં આવ્યો : ‘સ્વામી ! અમે ભુલકણા છીએ. અમને આ બધું તો યાદ નહીં રહે, પણ એવો એક સંદેશ આપો જે અમે જીવનભર પાળીએ.’
સ્વામીશ્રીએ એક શબ્દમાં ઉત્તર આપ્યો : ‘ઘરસભા.’ અને કહ્યું : ‘એમાં બધા પ્રૅબ્લેમ ઉકલી જશે.’
ત્યારબાદ સભામંચ પરથી વિદાય લઈને સ્વામીશ્રી નીચે પધારતા હતા ત્યાં રોસ્ટ્રમ પર ઊભા રહી ગયા. અને કહેવા લાગ્યા : ‘આ જે બીજું કરીએ તે ઇફેક્ટિવ (અસરકારક) છે, પણ ઘરસભા most efective and in general (અર્થાત્ ઘરસભા સૌથી અસરકારક અને મોટે પાયે અસરકારક છે.)’
Vachanamrut Gems
Jetalpur-5:
The Lord of Akshardham is presently sitting in this assembly
“Presently, the lord of Akshardhãm, Shri Purushottam, being born to Dharmadev and Murtidevi – who is also called Bhakti – manifests in Badrikãshram and performs austerities in the form of Shri Narnãrãyan Rishi. It is to denounce the beliefs of the hypocrites, to destroy any traditions of adharma and nurture the traditions of dharma, and to propagate bhakti coupled with dharma, gnãn and vairãgya on this earth in this Kali-yug that Shri Narnãrãyan Rishi was born to Shri Dharmadev and Bhakti in the form of Nãrãyanmuni – who is presently sitting in this assembly.”
[Jetalpur-5]