પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 17-6-2017, લંડન
અલ્પાહાર સંપૂર્ણ થયા બાદ સ્વામીશ્રીએ પોતાના હાથમાં પકડેલું ટિસ્યૂ અમૃતકીર્તનદાસ સ્વામીને આપતાં કહ્યું : ‘લો, તમારો સંકલ્પ હતો ને ! તે સંકલ્પ પૂરો થયો.’
આ સાંભળતાં જ અમૃતકીર્તનદાસ સ્વામી અહોભાવમાં આવીને ‘ઓહ !’ બોલી ગયા. અને તેમણે સંતોને વાત કરતાં કહ્યું : “ગઈકાલે પૂજારી સ્વામી સાથે સેવા કરતા હરિભક્તો-યુવકોએ મને કહ્યું - ‘અમને બહુ લાભ મળતો નથી તો સ્વામીશ્રીની પ્રસાદીની કંઈક વસ્તુ મળે તો સારું.’ આ વાત આજે સવારે મેં આદર્શમુનિદાસ સ્વામીને કહી. મેં વિચાર્યું કે સ્વામીશ્રી અલ્પાહાર કરી લે પછી જે ભગવા ટિસ્યૂથી હાથ લૂછે છે એ ટિસ્યૂ આ હરિભક્તોને, યુવકોને આપીશું, પણ અલ્પાહાર પૂરો થયા પછી સ્વામીશ્રીએ ટિસ્યૂથી હાથ ન લૂછતાં રૂમાલથી જ હાથ લૂછ્યા. ફરી વાર હાથ લૂછવાની જરૂર પડી. મેં ટિસ્યૂ લંબાવ્યું. તે વખતે પણ સ્વામીશ્રીએ રૂમાલથી જ હાથ લૂછી લીધા. મને થયું કે ચાલો હવે તો આ ટિસ્યૂ પ્રસાદીનું નહીં થાય. પણ સ્વામીશ્રીએ સંતોના માથે હાથ મૂકીને આશીર્વાદ આપ્યા. અને હાથ લૂછવા માટે સામેથી ટિસ્યૂ માંગ્યું. અને અંતર્યામીપણે બોલ્યા પણ ખરા કે ‘તમારો સંકલ્પ પૂરો થયો.’
સ્વામીશ્રીએ જાણે કે ઐશ્વર્ય છૂટું મૂકી દીધું છે.
Vachanamrut Gems
Gadhadã II-57:
The petty mentality of the jiva
“Also, do not think that only alluring objects obstruct one’s worship of God and insignificant objects do not. After all, the very nature of the jiva is such that some people prefer sweet items, some prefer salty items, some prefer sour items, whereas some prefer bitter items. Thus, it is the petty mentality of the jiva that it keeps even the most insignificant of objects dearer to it than God. But when one considers the greatness of God, no such object can compare to even a millionth of a fraction of His greatness.”
[Gadhadã II-57]