પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 17-6-2017, લંડન
આજે સ્વામીશ્રી વહેલા 5-35 વાગ્યે સ્વામિનારાયણ હવેલીમાં પૂજામંચ પર પૂજા કરવા બિરાજી ગયા. પૂજાની સમાપ્તિ બાદ સ્વામીશ્રીએ પ્રવક્તા દ્વારા સૌની માફી માંગતા કહેવડાવ્યું : ‘આજે અમે વહેલા આવ્યા ને તમને તકલીફ પડી હોય તો માફ કરજો.’ સૌ ભાવાર્દ્ર થઈ ગયા.
આગળ સ્વામીશ્રી કહે : ‘જેટ લેગ છે એટલે ખબર નથી પડતી.’ સ્વામીશ્રીની આંખો અને હાથ હજુ માફી માંગી રહ્યા હતા.
અલ્પાહાર દરમ્યાન પણ સ્વામીશ્રીના મુખેથી માફીના સૂરો રેલાવા લાગ્યા.
સ્વામીશ્રી કહે : ‘વહેલું કરવું નથી, થઈ જાય છે.’
આ વાક્યથી કેટલાયનાં મનના સમાધાન થઈ ગયા કે સ્વામીશ્રી આટલા વહેલા કેમ ઊઠતા હશે !
Vachanamrut Gems
Vartãl-10:
The only means of attaining liberation
“Thus, one who aspires for liberation should recognise God through these characteristics and seek refuge of that God. One should have complete faith in Him. One should perform His bhakti while remaining within the framework of his injunctions. This is the only means of attaining liberation.”
[Vartãl-10]