પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 29-9-2016, મહેળાવ
આજે બપોરે મુલાકાત બાદ સ્વામીશ્રી મુલાકાત ખંડની બાજુના જ કક્ષમાં ચાલી રહેલા ઠાકોરજીના થાળનાં દર્શન કરવા પધાર્યા હતા. ત્યાં નીચે જ પલાંઠી વાળીને બેસી ગયા અને મધ્યાહ્ન માનસી કરી. પછી ઠાકોરજીને થાળ ધરાવતાં રાજી થકા બોલ્યા : ‘રોજ ઠંડો ધરાવતા (પૂજા વખતે ખાલી મિષ્ટાન્ન હોય તે સંદર્ભમાં) પણ આજે ગરમ ધરાવવાનો લાભ મળ્યો.’
ઢાળ જોઈને પાણી દડી પડે તેમ સ્વામીશ્રી પણ ભક્તિ કરવાની એક તક ચૂકતા નથી.
Vachanamrut Gems
Kãriyãni-6:
A Perfect Devotee of God
"In addition, even those who are devotees of God and have resolute love only for God, will not find pleasure in enticing vishays. Although they may sustain the body with ordinary vishays, they immediately become dejected by enticing vishays. So, only such a person can be considered a completely perfect devotee of God."
[Kãriyãni-6]