પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 12-6-2010, દિલ્હી
સ્વામીશ્રી જ્યારે ભ્રમણ માટે ઊભા થઈ રહ્યા હતા ત્યારે રોજની જેમ તેઓનું બી.પી. લેવામાં આવ્યું. આજે બી.પી. ફક્ત 94 આવ્યું. યોગવિવેક સ્વામીએ ડૉક્ટરી ભાષામાં સ્વામીશ્રીને ભ્રમણ દરમ્યાન પૂછ્યું કે ‘આટલું બી.પી. ઓછું છે તોય આપ તો ભ્રમણમાં છો ? બહાર તો આટલું ઓછું બી.પી. હોય તો એ દર્દીને પલંગમાંથી ઊભો પણ કરે નહીં, આરામ જ કરાવે, આરામ કરવો જ પડે. એનાથી ઊભું પણ ન થવાય અને વૉકિંગ તો કરાવાય જ નહીં. જ્યારે આપ તો અમારી સાથે વાતો કરતાં કરતાં વૉકિંગ કરો છો.’
આ સંદર્ભમાં જ યોગીચરણ સ્વામી કહે : “થોડાંક વર્ષો પહેલાં સ્વામીશ્રી નવસારીમાં હતા અને સ્વામીશ્રીએ સુરત હૉસ્પિટલના બાંધકામ સંબંધી મિટિંગ બોલાવી હતી. એ વખતે બી.પી. લેવામાં આવ્યું તો 50-20 હતું. ડૉ. કિરણ પણ સાથે હતા. એમણે બીજી-ત્રીજી વખત માપ્યું અને પરસેવો છૂટી ગયો, કારણ કે કાંઈક થયું તો નવસારીમાં એવી કોઈ મૅડિકલ સગવડ પણ નથી, પરંતુ સ્વામીશ્રી સ્વસ્થ જ હતા. થોડી વારમાં તેઓ કહે : ‘સુરત હૉસ્પિટલની મિટિંગવાળા સંતો-હરિભક્તો આવી ગયા હોય તો બોલાવો.’ અમે કહ્યું કે ‘આ પરિસ્થિતિમાં મિટિંગ તો ક્યાંથી થાય ?’ સ્વામીશ્રી કહે : ‘બીચારા દૂર દૂરથી બધા આવી ગયા છે ને !’ ડૉ. કિરણભાઈ તથા બધાએ વિનંતી કરી કે ‘અત્યારે તો આરામ જ કરવો જોઈએ,’ પરંતુ સ્વામીશ્રી માન્યા નહીં અને બે કલાક સુધી સતત મિટિંગ કરી. અને ચમત્કાર એ હતો કે એમને કશું જ થતું ન હતું, ન તો પરસેવો વળતો કે ન તો અંધારાં આવતાં, કશું જ નહીં.”
Vachanamrut Gems
Gadhadã III-2:
The Fruit of All Spiritual Endeavours is Satsang
“In fact, the fruit of all spiritual endeavours is satsang. In the 11th canto of the Shrimad Bhãgwat, Shri Krishna Bhagwãn says to Uddhav, ‘I am not as pleased by ashtãng-yoga, thoughts of sãnkhya, scriptural study, austerities, renunciation, yoga, sacrifices, observances, etc., as I am pleased by satsang.’ In fact, it appears to Me that all sanskãrs one has gathered from previous lives have been attained through association with the Satpurush. Even today, those who obtain sanskãrs do so through association with the Satpurush…”
[Gadhadã III-2]