પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
આજે પત્રવ્યવહાર દરમ્યાન એક મુમુક્ષુનો પત્ર આવેલો. તેમાં તેણે લખેલું કે ‘પરમ પૂજ્ય પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજનાં ચરણ કમળમાં દંડવત પ્રણામ તથા હેતપૂર્વક જય સ્વામિનારાયણ.
બાપા ! ઘણી વિટંબણા પછી આ કાગળ લખી રહ્યો છું. મારા મનમાં હજી કુશંકાઓ રહ્યા કરે છે. આપના પ્રત્યે સદ્ગુરુભાવ હતો પણ હવે બાપા જેવો ભાવ ક્યારેક થાય છે, ક્યારેક નથી થતો. તેનું શું સમજવું મારે ? બીજાના જેવો મને આનંદ થતો નથી. આપનાં વૉકિંગ-દર્શન કરતી વખતે પ્રસંગો સાંભળ્યા. તેમાં બાપા જેવું ઐશ્વર્ય આપમાં આવ્યું(તેવી વાત થઈ). તેની મને શંકા થાય છે. તો તેનો સ્પષ્ટ શબ્દોમાં મને ઉપાય કહો. મારે શું સમજવું ? મારે મારા જીવનું કલ્યાણ કરવું છે. જેમ હોય તેમ મને કહો.’
આ વિગત વાંચીને સ્વામીશ્રી એકદમ સ્પષ્ટ શબ્દોમાં ઉત્તર લખાવવા લાગ્યા : ‘બહારના દેખાવમાં બધા જુદા લાગે. યોગીજી મહારાજ, પ્રમુખસ્વામી મહારાજ... પણ અંદર તત્ત્વ એક જ છે. જે મહારાજ ભગતજી મહારાજમાં હતા એ જ શાસ્ત્રીજી મહારાજમાં, એ જ યોગીજી મહારાજમાં, એ જ પ્રમુખસ્વામી મહારાજમાં... એ જ આપણે પણ તત્ત્વ છે. મૂળ તો મહારાજ બધામાં છે. મહારાજનો જ પ્રતાપ છે.’
સ્વામીશ્રીએ એ એક મુમુક્ષુના મિષે આવી નાની-
મોટી શંકા-કુશંકામાં સપડાયેલા સૌને સદાયને માટે નિઃશંક કરી દીધા.
Vachanamrut Gems
Sãrangpur-18:
Swabhavs Can Be Eradicated With Effort
Thereafter Mahãnubhãvãnand Swãmi asked, "Can rãjasik, tãmasik and sãttvik swabhãvs be eradicated by doing satsang?"
Shriji Mahãrãj replied, "All swabhãvs can be eradicated if one tries to eradicate them."
[Sãrangpur-18]