પ્રેરણા પરિમલ
દિવસો ક્યાંય જતા રહેશે
આજે સવારે જ ઠાકોરજીનાં દર્શને જઈ રહેલા સ્વામીશ્રીએ સામે ઊભેલા બ્રહ્મતીર્થ સ્વામીને જોઈને કહ્યું : 'બ્રહ્મતીરથ! આપણે મિટિંગ કરવાની છે, એનું શું થયું ?'
'બાપા ! આજે રવિવાર છે. આપની પાસે મુલાકાતીઓનો ખૂબ ધસારો હશે ! એટલે બે-ત્રણ દિવસ પછી મિટિગ કરવાનું વિચારીએ છીએ.'
સ્વામીશ્રી કહે : 'આમ, બે-ત્રણ દિવસ કરતાં દિવસો ક્યાંય જતા રહેશે, ખબર નહીં પડે ! એટલે પતાવવા જ માંડો. ૧૧-૦૦ વાગ્યે હું નાહી લઉં પછી બધાને ભેગા કરો.'
સ્વામીશ્રી હંમેશાં કાર્યની અગત્યતાને ધ્યાનમાં રાખીને પ્રાથમિકતા આપતા રહ્યા છે. અને એ રીતે આજે રવિવારે મુલાકાતીઓને ધસારાની વચ્ચે સ્વામીશ્રીએ મિટિગો યોજી નિયત કાર્ય સંપન્ન કર્યું. વધતી ઉંમરની સાથે વધતા સેવાપ્રવૃત્તિઓના વ્યાપને સ્વામીશ્રી કેવી રીતે પહોંચી વળે છે, કેવી રીતે સમયના નાનામાં નાના ટુકડાને પણ ન્યાય આપે છે તે મોટામોટા અભ્યાસુઓને મન એક સંશોધનનો વિષય છે.
(તા. ૩૦-૫-૨૦૦૪, એડિસન)
Vachanamrut Gems
Gadhadã II-42:
Glory of Akshar
“… Countless millions of brahmãnds dwell like mere atoms in each and every hair of that Akshar…”
[Gadhadã II-42]