પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 16-6-2017, લંડન
આજે સ્વામીશ્રી ‘ટ્રેડમીલ-વૉક’ કરતા હતા ત્યારે ‘યોગીવાણી’ પુસ્તકનું વાંચન શરૂ થયું. વૉક કરતાં કરતાં સ્વામીશ્રીએ કરેલા નિરૂપણનાં અંશો નીચે પ્રસ્તુત છે :
યોગીવાણી : ‘મોક્ષ જોઈતો હોય તેને સ્વભાવ મૂકવા.’
સ્વામીશ્રી : ‘મોક્ષ જોઈતો હોય તેના માટે આ વાત છે. બાકી કરતા હોય તેમ કરો.’
યોગીવાણી : ‘સહન કરે તો મોટાપુરુષ જીવમાંથી રાજી થાય છે.’
સ્વામીશ્રી : ‘આવી વાત શાસ્ત્રોમાં ક્યાંય નથી લખી કે જેનાથી મોટાપુરુષ જીવમાંથી રાજી થાય. યોગીજી મહારાજે જ કરી છે.’
યોગીવાણી : ‘કોઈ કહી જાય તો - અહોહો ! મારાં મોટાં ભાગ્ય કે આવું કે’નારા ક્યાંથી મળે ?’
સ્વામીશ્રી : ‘અશક્ય, અશક્ય, અશક્ય. આવી વાત આપણા માટે દુર્લભ છે.’
યોગીવાણી : ‘મોટા વાત કરતા હોય ત્યારે સાંભળવું, પણ વચમાં ડા’પણથી બોલવું નહીં.’
સ્વામીશ્રી : ‘બોલે નહીં પણ મનમાં થાય. ‘કહી દેવું છે, કહી દેવું છે’ એવું થાય. પણ શાંત સ્વભાવે સાંભળવું, તો કામ થાય.’
યોગીવાણી : ‘કામ-ક્રોધના ઘાટ કર્યા તો તારા ભુક્કા કાઢી નાખીશ.’
સ્વામીશ્રીએ પૂછ્યું : ‘કોના ?’
સંતો યોગીબાપાનું બોલેલું બોલ્યા : ‘મનના.’
સ્વામીશ્રી કટાક્ષ કરતાં કહે : ‘સામેવાળાના.’
સ્વામીશ્રીએ સૌની મનોવૃત્તિ ખુલ્લી પાડી.
Vachanamrut Gems
Gadhadã III-3:
A devotee always has compassion for God and His devotees
“… many verses promote the view that devotees of God who, by gnãn and vairãgya, have shed mãyik influences and have become brahmarup, still have compassion and affection for God and His devotees. On the other hand, one who is not a devotee of God, and who, by ãtmã-realisation and vairãgya alone, has overcome mãyik influences and behaves as the ãtmã has been influenced during the process of God-realisation by the evil influence of those who have only ãtmã-realisation and are devoid of upãsanã of God. Consequently, he does not develop compassion and affection for devotees of God. Just as a foul smell lingers in the air and in fire, similarly, the impressions of evil company, which cannot be overcome by any means, linger within him.”
[Gadhadã III-3]