પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 11-6-2010, દિલ્હી
વિશ્વભરમાં યોગનો ફેલાવો કરનાર બાબા રામદેવજી મહારાજ આજે સ્વામીશ્રીને મળવા માટે આવ્યા હતા. તેઓને સ્વામીશ્રી પ્રત્યે અત્યંત આદર, માન અને પૂજ્યભાવ છે. એટલે જ જ્યારે જ્યારે તક મળે છે ત્યારે ખાસ તેઓ સ્વામીશ્રીને મળવા પધારે છે.
આજે પણ લગભગ પોણો કલાક સુધી તેઓ સ્વામીશ્રીની સંનિધિમાં બેઠા. વાતચીત દરમ્યાન સ્વામીશ્રી તથા સંસ્થાનાં કાર્ય પ્રત્યેનો અહોભાવ વારે વારે છલકાતો જોઈ શકાતો હતો. અત્યારે પણ એક વાત કરતાં તેઓ કહે : ‘આપે સ્થાપેલી મર્યાદા અને આપે જે ચારિત્ર્યનું નિર્માણ કર્યું એનું મને સૌથી ગર્વ છે, કારણ કે આપના આશીર્વાદથી આખો સંતસમુદાય નિષ્કલંક જીવન જીવી શકે છે. દુનિયામાં આ વાતનું એક ગૌરવ છે. આપે એક જબરજસ્ત આદર્શ ઊભો કર્યો છે. જે આઇડિયોલોજી આપે ઊભી કરી છે એને લીધે અમને બધાને ગૌરવ થાય છે, નહીં તો આજે અમારે કોઈને આદર્શ તરીકે બતાવવા હોય તો કોને બતાવીએ ?’
સ્વામીશ્રી તરત જ કહે : ‘भगवान स्वामिनारायण ने ये सब आदर्श खड़ा किया है।’
‘लेकिन इस मर्यादा को आपने जीवित रखा है वो भी बड़ा काम है न!’ રામદેવજી મહારાજે કહ્યું.
છેલ્લે વળી વિદાય લેતાં તેઓ કહે : ‘આપના આશીર્વાદનું સુરક્ષાકવચ છે, એટલે મને કોઈ વાંધો નહીં આવે.’
Vachanamrut Gems
Vartãl-12:
Not Perceiving Faults in God in Any Way
“… Just as when the roots of a tree are cut, the tree automatically becomes dry, similarly, a jiva who in any way perceives faults in God can never stay without falling from the Satsang fellowship.”
[Vartãl-12]