પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 21-9-2016, સારંગપુર
આજે અલ્પાહાર બાદ સારંગપુરમાં કાર્યરત ‘સંસ્કૃત મહાવિદ્યાલય’ના કાર્યવાહક સંતોને સંચાલનનું દિશા-
દર્શન આપતાં સ્વામીશ્રીએ કહેલું :
‘વિદ્યાર્થીઓ એવા તૈયાર કરો કે કોઈ ઢીલો ન રહે. હતાશ ન થાય. જેમ ગોટલો વાવીએ ને ઊગે, તેમ વ્યવહાર ને ઉપાસના બંનેમાં આગળ આવે તેવા તૈયાર કરો. મોળી વાત ન કરે. નૅગેટિવ તો લેશ ન હોય.
વિદ્યાર્થીઓ વ્યવહારુ બને તેવી ટ્રેનિંગ આપવી. ગમે ત્યાં સેટ થઈ જાય તેવા તૈયાર કરો. અમેરિકામાં એક વ્યક્તિ ખૂબ બુદ્ધિશાળી. કામકાજમાં પણ કુશળ. તેથી ઉપરી અધિકારીઓને વિચાર આવ્યો કે આની સાથે બીજા પચાસ કર્મચારીઓને મૂકીએ તો બધા તૈયાર થાય. પણ તેમ કરવામાં પરિણામ અવળું આવ્યું. પેલો બુદ્ધિશાળી બધા સાથે રહીને કામ ન કરી શક્યો. માટે સૌ સાથે રહીને કામ કરી શકે તેવા તૈયાર કરવા. ચારિત્ર્યવાન બનાવવા. ભૂલ થાય પણ અટકી ન પડે. પડવું એ ગુનો નથી પણ પડ્યા રહેવું તે ગુનો છે. આ રીતે સૌને તૈયાર કરવામાં ક્ષમા ખૂબ રાખવી પડશે...’
આમ, સંસ્કૃત મહાવિદ્યાલયની કાર્યવાહીનો નકશો સ્વામીશ્રીએ દોરી આપ્યો. જો કે તેમાં કોઈપણ શૈક્ષણિક એકમના સફળ સંચાલનની ચાવી રહેલી છે.
Vachanamrut Gems
Gadhadã I-73:
Conquering Lust
"… So, conquering lust is the most difficult of all spiritual endeavours. Nevertheless, a person who has the firm strength of the upãsanã of God, has become absolutely free from desires for vishays, and is firmly resolute in remaining free of worldly desires becomes free of lust by the grace of God."
[Gadhadã I-73]