પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 31-12-2017, હિંમતનગર
રાત્રિભોજન પછી બ્રહ્મવત્સલદાસ સ્વામીએ આપણી સૂર્યમાળાના નાનામાં નાના ઉપગ્રહ, પૃથ્વીના ચંદ્રથી માંડીને સંભવિત સૌથી મોટા ગ્રહની સરખામણી તથા ત્યારબાદ આપણી આકાશગંગા, તેના પરિપ્રેક્ષ્યમાં અનંત આકાશગંગાઓ, તેનાથી બનતાં આપણાં બ્રહ્માંડ, સાથે સાથે આ બધાનાં વૈજ્ઞાનિક માપ અને તે પછી અનંત બ્રહ્માંડો બતાવતો વીડિયો સ્વામીશ્રીને દર્શાવવો શરૂ કર્યો. સમયના અભાવે વીડિયો થોડી કુદાવી-કુદાવીને બતાવી... પછી તેમણે સ્વામીશ્રીનું રૂંવાડું સ્પર્શતાં કહ્યું : ‘સ્વામી ! આ બધું આપના એક રૂંવાડામાં... !!’
જલદીથી બતાવાયેલા વીડિયોમાંથી ‘આ એક જ બ્રહ્માંડની વાત છે’ એવું લાગતાં સ્વામીશ્રી કેફથી કહે : ‘અક્ષરબ્રહ્મના એક રૂંવાડામાં તો અનંત બ્રહ્માંડ !!’ પછી કહે : ‘ભગવાને એક જ ચેનલ ખુલ્લી રાખી છે, એકાંતિક ધર્મની, બીજી બધી ચેનલ, પરચા-પરચી, અષ્ટસિદ્ધિ - નવનિધિમાં ઘૂસી જાય તો, એમાં ખોવાઈ જાય. મોક્ષ હાથમાં ન આવે !’ ભગવાનની કરુણાનો પરિચય પ્રગટ ભગવાને કરાવી દીધો.
Vachanamrut Gems
Gadhadã II-33:
Not perceiving flaws in Shriji Maharaj
“… One who perceives any flaws in Me will himself suffer from vicious thoughts both in the waking and dream states. Moreover, he will suffer greatly at the time of his death as well.”
[Gadhadã II-33]