પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 15-6-2017, દિલ્હીથી લંડન જતાં પ્લેનમાં
આજે હવામાન ખાતાની એવી આગાહી હતી કે અફઘાનિસ્તાન ઉપરથી પસાર થવામાં વાવાઝોડા સાથે વરસાદ(thunderstorm)નાં વાદળો નડવાની પૂરેપૂરી શક્યતા છે. સ્વામીશ્રીએ આશીર્વાદ આપ્યા હતા કે ‘કાંઈ વાંધો નહીં આવે.’ અને ખરેખર ત્યાં આવાં કોઈ વાદળ જ નહોતાં.
સ્વામીશ્રીના આ પ્રતાપથી સિનિયર પાઇલોટ જેરી પામર ખૂબ પ્રભાવિત થયા હતા.
આ પ્રસંગના સંદર્ભમાં હિતેશ કોન્ટેક્ટે સ્વામીશ્રીને પૂછ્યું : ‘આ બધાને એક વારમાં જ આવા બધા અનુભવ થાય છે અને અમે ભેગાને ભેગા રહીએ છીએ તોયે આવો અનુભવ કેમ થતો નથી ?’
સ્વામીશ્રી સ્મિત કરતાં કહે : ‘ભેગા રહીને મહિમા સમજવો એ પાંચમી ઘાટી છે.’
સૌના મુખ પર સ્મિત રમી ગયું.
Vachanamrut Gems
Gadhadã II-54:
Developing profound attachment for the Bhakta of God
“… Likewise, only one who develops such profound attachment for the Bhakta of God has realised satsang to be the most redemptive of all spiritual endeavours…”
[Gadhadã II-54]