પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 15-6-2017, દિલ્હીથી લંડન જતાં પ્લેનમાં
પત્રલેખનમાં સેવા કરતા રોશન નામના યુવકે સ્વામીશ્રીને આ વિમાનના એક મહિલા કર્મચારીની વાત કરી. રોશને જણાવ્યું કે - “જ્યારે તે બહેન મળ્યાં ત્યારે તેમણે કહ્યું કે ‘મારી આજે ડ્યૂટી નથી, પણ મહંત સ્વામી મહારાજનાં દર્શન થાય તેથી હું યાત્રિક તરીકે આ વિમાનમાં આવી છું. મેં પ્રમુખસ્વામી મહારાજનાં પ્રત્યક્ષ દર્શન ક્યારેય કર્યાં નથી, પણ મહંત સ્વામી મહારાજ દ્વારા મેં પ્રમુખસ્વામી મહારાજનાં દર્શન કર્યાં.’
વળી, આગળ તે બહેન કહે - ‘આજે મને બ્રહ્મચર્યની વ્યાખ્યા મહંત સ્વામી મહારાજની આંખોમાંથી ખબર પડી. મેં વાંચ્યું છે કે જે બ્રહ્મચર્ય પાળે તેની આંખોમાંથી તેજ નીકળે છે. તેવો અનુભવ મને મહંત સ્વામી મહારાજનાં દર્શન વખતે થયો.”
ભક્તોએ સૂચન કર્યું કે ‘તેમના માટે પ્રસાદ મોકલાવીએ.’
પ્રસાદરૂપે અન્ય વસ્તુઓ મોકલાવવા જતા હતા, ત્યાં સ્વામીશ્રીએ ચોકલેટ આપવાનું કહ્યું. આ વાત જાણીને પેલાં બહેન ભાવવિભોર થઈને રડી પડ્યાં કે ‘સ્વામીશ્રીએ અંતર્યામીપણે મારી રુચિ જાણી અને મને પ્રિય ચોકલેટનો પ્રસાદ મોકલાવ્યો.’
Vachanamrut Gems
Vartãl-20:
Janak the Videhi
“Janak the Videhi followed the path of pravrutti, and yet he was undisturbed. For example, when a female sannyãsi named Sulbhã came into Janak’s court, King Janak told Sulbhã, ‘Though you are trying to seduce my mind, by the grace of my guru Panchshikh Rishi, I have mastered the doctrines of both Sãnkhya and Yoga. So, even if half of my body is anointed with sandalwood paste and the other half is slashed with a sword, both would be the same to me. Even if my Mithilãpuri were to burn down, still nothing of mine would be burned. Thus, even though I have adopted the path of pravrutti, I am still unaffected and undisturbed.’ This is what King Janak said to Sulbhã. Also, King Janak was said to be the guru of even Shukji.
[Vartãl-20]