પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
સાયંભ્રમણ બાદ સ્વામીશ્રી રૂમમાં ફળનો મેવો ગ્રહણ કરવા બિરાજેલા. તે વખતે ત્રણેક સંતો જ રૂમમાં હાજર હતા અને અનાયાસે એક અદ્ભુત સ્મૃતિસત્ર શરૂ થઈ ગયું. તેમાં સ્વામીશ્રીના શૈશવની સ્મૃતિઓ ઉલેચાતી રહી.
પ્રથમ શાસ્ત્રીજી મહારાજની સ્મૃતિ વાગોળતાં સ્વામીશ્રીએ જ કહ્યું : ‘હું છ મહિનાનો હતો ત્યારે શાસ્ત્રીજી મહારાજ પધારેલા. મોટા સ્વામીએ મને ઊંચકીને શાસ્ત્રીજી મહારાજના ખોળામાં મૂકેલો.’
ત્યારબાદ અભ્યાસકાળની સ્મૃતિઓ વહેંચતાં કહ્યું : ‘સાંજનું રીડિંગ(વાંચન) ગાર્ડનમાં કરતો. રાત્રે અંધારામાં ચંદ્રના અજવાળે પણ વાંચતો. સ્કૂલે ચાલીને જતા. વચ્ચે નાળા જેવું આવતું તે ઓળંગવાનું થતું.’
વિદ્યાર્થી અવસ્થાની વિશેષ વાતો ઉખેળતાં સંતોએ પૂછ્યું : ‘ભણવામાં કયા વિષયો ગમતા ?’
‘ઓલ(all). બધા સબ્જેક્ટ(subject) ગમતા. સ્કૂલ પછી કોઈ દિવસ બુક(book-ચોપડી)ને અડ્યો નથી. સ્કૂલમાં જ બધું સમજાઈ જતું.’
‘કોઈ કવિતા યાદ ખરી ?
‘હા’ એમ કહી પંક્તિ બોલી બતાવી કે -
‘He that is down need fear no fall, he that is humble ever shall have God to be his guide.’
‘કોઈ ઇનામ મળેલાં ? એમ સંતોએ પૂછ્યું ત્યારે જણાવ્યું કે ‘પાંચમા ધોરણમાં મળેલું. ફર્સ્ટ પ્રાઇઝ. વર્ગમાં પહેલા આવેલા.
‘ઇનામમાં શું મળેલું ?’
‘બુક.’
‘કોઈ ચાહકો ખરા ?’
‘આખો વર્ગ. કોઈ દુશ્મન નહીં.’
‘ડૉક્ટર સ્વામી સાથે પહેલો મેળાપ ક્યારે થયેલો ?’
‘કૉલેજમાં(વિદ્યાનગરની). વી.પી. સાયન્સ કૉલેજમાં પહેલા વર્ષમાં બે વર્ગ રહેતા. એક સ્પેશિયલ વર્ગ. તેમાં ત્રીસેક વિદ્યાર્થીઓ રહેતા હતા. આર. એ. દવે પ્રૅફેસર હતા. આ વર્ગમાં હોશિયાર વિદ્યાર્થીઓ હોય. બાકીના બીજા વર્ગમાં. આ વખતે ડૉક્ટર સ્વામી સાથે પરિચય થયો. તે પહેલું વર્ષ કરી મુંબઈ ગયા ને હું એગ્રિકલ્ચરમાં ગયો.’
Vachanamrut Gems
Kãriyãni-7:
The Definition of Ultimate Liberation
"… That God remains as He is during the time of creation, sustenance and dissolution of the cosmos; i.e., He does not undergo any changes like worldly objects do. He always maintains a divine form. Having such a firm conviction of the manifest form of Purushottam is called ultimate liberation."
[Kãriyãni-7]