પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
આજના સાયંભ્રમણમાં નડિયાદ છાત્રાલયના યુવકો દર્શનાર્થે બેઠા હતા. આ યુવકોમાંથી 150 યુવકોએ 13 દિવસ સુધી પાકાં એકટાણાં કરેલા. 60 યુવકોએ કાચા ધારણાં-પારણાં, 7 યુવકોએ પાકાં ધારણાં-પારણાં, 7 યુવકોએ ૠષિ ચાંદ્રાયણ અને 37 યુવકોએ 84 કલાકના નિર્જળા ઉપવાસ કરેલા. તે સૌ પર સ્વામીશ્રીએ પ્રસન્નતા વ્યક્ત કરી.
સાયંભ્રમણ પૂરું થતાં આ સૌ ઉપવાસીઓને અપાનાર શરબતના કેનમાં પુષ્પપાંખડીઓ પધરાવવાની હતી. પરંતુ સ્વામીશ્રી કહે : ‘એ 37 યુવકોને મારે જાતે શરબતના ગ્લાસ આપવા છે !’
આ જાહેરાત સાંભળી યુવકોના આનંદનો પાર ન રહ્યો. ‘જેમ ઉપવાસી જનને, આવે અમૃતનું નોતરું...’ જેવો ઘાટ અહીં સર્જાયો હતો.
83 વર્ષની ઉંમરે, અડધો કલાકના સાયંભ્રમણ બાદના થાકને ન ગણકારતાં સ્વામીશ્રીએ 37 યુવાનોને અમૃતપાન કરાવ્યું. આજે પણ ‘યુવકો સત્પુરુષનું હૃદય છે જ’ એનો અનુભવ સૌને થયો.
Vachanamrut Gems
Sãrangpur-18:
Continuous Examination Cures All Swabhavs
"… Thus, any swabhãv which one may have can be eradicated if one continuously examines oneself while doing satsang."
[Sãrangpur-18]