પ્રેરણા પરિમલ
દિગંતમાં ડંકા - ૩૦
કંપાલા, તા. ૧૨-૩-'૭૦
પૂજા વખતે
આજે હરિભક્તોને સૌને વહેલા કમ્પાલાથી ગુલુ જવાનું હતું. એ માટે સૌએ નાસ્તો વહેલો કરી, તૈયાર થઈ જવાનું હતું પણ યોગીજી મહારાજનાં પૂજા-દર્શનનો મોહ કોઈને છૂટતો નહોતો. નાસ્તા-પાણીમાં જવા માટે બે-ત્રણ વાર હાકલ થઈ પણ કોઈ ઊઠતું નહોતું.
એ વખતે યુવકો સ્વામીશ્રી સમક્ષ કીર્તન ગાતા હતા : 'બોલ્યા શ્રીહરિ રે નાસ્તો કરવા નીચે જાવ....'
સૌ ખડખડાટ હસી પડ્યા અને મહેમાનો તુરત ઊઠ્યા.
'સમો વર્તે સાવધાન....' 'સમો સાચવી લેવો...' આ પ્રકારનાં સૂત્રો વારંવાર બોલતા સ્વામીશ્રી, સમય સમય પ્રમાણે કાર્ય કરી લેવાનો બહુ આગ્રહ રાખતા. સ્વામીશ્રી ઘણીવાર સમજાવતા કે મહેમાન થતાં શીખવું.
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Gadhadã II-48:
The company of such a sadhu is rare
“After all, regardless of the life form in which a person takes birth, he will be able to have a wife, a son and possessions such as wealth and other objects. However, the company of such a sãdhu who is a knower of Brahma as well as the direct darshan and contemplation of Shri Vãsudev Bhagwãn are extremely rare…”
[Gadhadã II-48]